મુખ્ય સમાચાર
News of Wednesday, 17th February 2021

નિર્મમ પતિનો પત્ની અને બે પુત્રીઓ ઉપર કુહાડીથી હુમલો : પત્નિનું મોત

સિવાન : બિહારના સિવાન જીલ્લામાં મુફસ્સિલ વિસ્તારમાં પતિએ પત્ની અને બે પુત્રીઓની કુહાડીથી નિર્મમ હત્યાની કોશિશના બનાવે ચકચાર જગાવી છે. આ ઘટનામાં પત્નીનું મૃત્યુ થયેલ. જયારે બંને પુત્રીઓનો ઇલાજ ચાલી રહ્યો છે. જેમાંથી એક ગંભીર છે. પોલીસે પતિની ધરપકડ કરી છે.

પોલીસના જણાવ્યા મુજબ મંગળવારે ટંડવા ગામ નિવાસી શશીકાંત યાદવ ઉર્ફે રાજુ પોતાના પરિવાર સાથે ઘરે હતો ત્યારે  વહેલી સવારે પત્ની અને બંને પુત્રીઓ ઉપર કુહાડીથી પ્રહાર કરેલ. જેમાં પત્ની રીટા દેવીનું મૃત્યુ થયેલ અને પુત્રીઓ નિકકી (૧૬) અને સોની કુમારી (૧૨) થયેલ. પોલીસને હત્યાનું કારણ મળ્યું નથી પણ પ્રાથમિક તપાસમાં જમીન વેચવાને લઇને પતિ પત્ની વચ્ચે માથાકુટ હોવાનુ જાણવા મળેલ. રાજુ સ્થાનીક કોલેજમાં વર્ગ ૪નો કર્મચારી હતો.

(3:06 pm IST)