મુખ્ય સમાચાર
News of Wednesday, 17th February 2021

ગુગલ મેપ્‍સના કારણે લોકોની મુશ્‍કેલીઓ આસાન થઇ ગઇઃ હવે આ એપ્‍લીકેશનને ટક્કર મારવા સ્‍વદેશી આત્‍મનિર્ભર એપનું આગમનઃ વડાપ્રધાને પણ વખાણ કર્યા

અમદાવાદઃ કોઈપણ લોકેશન જાણવું હોય કે બે સ્થળો વચ્ચેનું અંતર જાણવું હોય, આપણે સૌ એક જ એપ્લિકેશનનો ઉપયોગ કરીએ છે, જે છે ગૂગલ મેપ્સ. નેવિગેશનના માધ્યમથી જ્યાં પહોંચવું છે તેનું સટીક લોકેશન મેળવી શકાય છે. ગૂગલ મેપ્સના કારણે લોકોની અનેક મુશ્કેલીઓ આસાન થઈ ગઈ છે. અને હવે આ એપને ટક્કર આપવા માટે આવી ગઈ છે સ્વદેશી આત્મનિર્ભર એપ. જેનાથી તમે ગૂગલ મેપની જેમ જ લોકેશન જાણી શકો છે. ગૂગલની જેમ મેપ તૈયાર કરવામાં માટે MapMyIndia અને ISROએ હાથ મિલાવી લીધા છે.

ISRO અને MapMyIndia સાથે મળીને આત્મનિર્ભર એપ બનાવી રહ્યા છે. MapMyIndia તરફથી મળેલી માહિતી અનુસાર ઈસરો તરફથી સેટેલાઈટ ઈમેજ અને ઑબ્ઝર્વેશન ડેટા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ડેટાના માધ્યમથી MapMyIndia એપના માધ્યમથી નેવિગેશનની સુવિધા ઉપલબ્ધ થશે. MapMyIndiaના CEO રોહન વર્માએ કહ્યું કે, આ સ્વદેશી એપ માઈલ સ્ટોન સમાન સાબિત થશે. આપણે આ એપ આવ્યા બાદ વિદેશી એપ પર નિર્ભર નહીં રહેવું પડે. કંપનીના અનુસાર, આ એપ ફ્રીમાં ઉપલબ્ધ કરવામાં આવશે. આ એપ ગૂગલ મેપની જેમ જ કામ કરશે.

પ્રધાનમંત્રી મોદીએ કર્યા વખાણ

પ્રધાનમંત્રી મોદીએ આ સ્વદેશી એપ વિશે ટ્વીટ કર્યું છે. પ્રધાનમંત્રીએ ટ્વીટ કરી કહ્યું કે, આત્મનિર્ભર ભારત અંતર્ગત આ એપ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. જેનાથી મોબાઈલ પર મેપથી નેવિગેશન સરળ થશે. આ ભારતની પોતાની એપ છે.

(5:19 pm IST)