મુખ્ય સમાચાર
News of Wednesday, 17th February 2021

એસ્કોર્ટ સર્વિસના નામે દેહ વ્યાપાર કરતા ૫ની ધરપકડ

ગેંગની લિડર મૂળ આસામની છે અને દિલ્હીમાં રહે છે : પોલીસે ગ્રાહકો પાસેથી લૂંટેલા ૩૫૦૦ રૂપિયા રોકડ, એક વેગનઆર કાર અને પાંચ મોબાઇલ ફોન જપ્ત કર્યા

નવી દિલ્હી, તા. ૧૭ : નોઇડા પોલીસે એસ્કોર્ટ સર્વિસની આડમાં દેહવેપાર કરનારી ગેંગનો ખુલાસો કરતાં મંગળવારે યુવતીઓ સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે.

 ડેપ્યૂટી પોલીસ કમિશ્નર રાજેશ એસ. જણાવ્યું કે એસ્કોર્ટ સર્વિસના નામે દેહવેપારનો ધંધો કરનારી ગેંગની લીડર રોશની સોની, તેના પતિ દિવ્યાંશ સોની, શરીફા ખાતૂન, મંજૂ અને પ્રમિલાની સેક્ટર ૨૪ પોલીસે ધરપકડ કરી છે.

 તેઓએ જણાવ્યું કે તેમની પાસેથી પોલીસે ગ્રાહકો પાસેથી લૂંટેલા ૩૫૦૦ રૂપિયા રોકડ, એક વેગનઆર કાર, પાંચ મોબાઇલ ફોન વગેરે જપ્ત કર્યા છે.

ડીસીપીએ જણાવ્યું કે, પૂછપરછ દરમિયાન પોલીસને જાણવા મળ્યું છે કે ગેંગની લીડર રોશની મૂળે આસામની રહેવાસી છે અને તે દિલ્હીમાં રહે છે.

રોશની ઓનલાઇન એસ્કોર્ટ સર્વિસ ચલાવે છે. તેઓએ જણાવ્યું કે તેનો મુખ્ય વ્યવસાય સંગઠિત ગેંગ બનાવીને નોઇડા અને એનસીઆરમાં એસ્કોર્ટ સર્વિસ ચલાવીને દેહવેપાર કરાવવો અને ગ્રાહકોને લૂંટી લેવાનો છે.

નોંધનીય છે કે, નોઇડામાં પ્રકારના મામલા સતત સામે આવી રહ્યા છે. ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં નોઈડા સ્થિત એક સ્પા સેન્ટરની આડમાં ચાલી રહેલા દેહવેપારનો ભાંડો ફુટી ગયો હતો. ત્યારે મામલામાં ૧૭ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આસિસ્ટન્ટ પોલીસ કમિશ્નર બૃજનંદન રાયની આગેવાનીમાં પોલીસે સંબંધિત સ્પા સેન્ટર પર દરોડો પાડ્યો અને ત્યાંથી ૧૧ પુરુષો અને યુવતીઓની ધરપકડ કરી હતી.

ડેપ્યૂટી પોલીસ કમિશ્નર રાજેશ કુમાર સિંહે જણાવ્યું હતું કે સૂચના મળી હતી કે જગત ફાર્મ સ્થિત એક સ્પા સેન્ટરમાં દેહવેપારનો અડ્ડો ચાલી રહ્યો છે. તેઓએ જણાવ્યું હતું કે સૂચનાના આધાર પર આસિસ્ટન્ટ પોલીસ કમિશ્નરની આગેવાનીમાં એક પોલીસ ટીમ બનાવવામાં આવી અને સ્પા સેન્ટર પર દરોડો પાડ્યો. સિંહે જણાવ્યું હતું કે ઘટનાસ્થળેથી પોલીસે ૧૧ પુરૂષો (ગ્રાહક) અને યુવતીઓ (કોલગર્લ)ની ધરપકડ કરી હતી.

(8:36 pm IST)