મુખ્ય સમાચાર
News of Saturday, 17th April 2021

19 એપ્રિલથી શરૂ થતા જૈનોના આયંબિલ તપ દરમિયાન ભાવિકોને ઘેરબેઠા ' આયંબિલ પ્રસાદ ' પહોંચાડવા બોમ્બે હાઇકોર્ટની મંજૂરી : મુંબઈ ,પુણે ,તથા નાસિકના જૈન ટ્રસ્ટ્સ ,મંદિરો ,તથા ભાવિકો દ્વારા કરાયેલી રજૂઆતને નામદાર કોર્ટની લીલી ઝંડી : 27 એપ્રિલ સુધી ચાલનારા આયંબિલ તપ દરમિયાન પ્રસાદ તૈયાર કરવા જૈન મંદિરોના રસોડાનો પણ ઉપયોગ કરી શકાશે

મુંબઈ : બોમ્બે હાઈકોર્ટે મુંબઈ, પૂણે અને નાસિકના  જૈન ટ્રસ્ટ / મંદિરોને 19 એપ્રિલથી શરૂ થતા  આયંબિલ તપ  દરમિયાન આયંબિલ પ્રસાદ તરીકે ભાવિકોને ઘેરબેઠા શુદ્ધ ખોરાકના પાર્સલ પહોંચાડવા માટે મંજૂરી આપી છે. આ પ્રસાદની ડિલિવરી સાત કરતાં વધુ નહીં તેટલી સંખ્યામાં સ્વયંસેવકોની ટીમ દ્વારા કરી શકાશે . કોઈ પણ સંજોગોમાં ભાવિકોને પ્રસાદ રૂપે  આયંબિલ ખોરાક લેવા માટે મંદિર પરિસરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં, તેવું કોર્ટે સ્પષ્ટ કર્યું હતું.

બોમ્બે હાઈકોર્ટે આજ શુક્રવારે મુંબઈમાં જૈન સમુદાયના સાઠ ટ્રસ્ટ્સ / મંદિરો અને ત્રણ જૈન ટ્રસ્ટ / મંદિરોને 'આયંબિલ' ના સમયે નવ દિવસ માટે ભક્તોને શુદ્ધ રાંધેલા ખોરાક - 'આયંબિલ' ના પાર્સલ પહોંચાડવાની વ્યવસ્થા કરવાની મંજૂરી આપી હતી. વિશેષમાં ટ્રસ્ટોને રાંધેલા ખોરાકની તૈયારી માટે તેમના મંદિરોમાં રસોડાઓનો ઉપયોગ કરવાની પણ છૂટ આપી છે . 19 એપ્રિલથી શરૂ થતા આયંબિલ તપ નવ દિવસ એટલેકે 27 એપ્રિલ સુધી ચાલશે.

 

ન્યાયમૂર્તિ એસ.સી. ગુપ્તે અને ન્યાયાધીશ અભય આહુજાની વેકેશન બેંચ દ્વારા શ્રી ટ્રસ્ટ આત્મલ કમલ લબધીસુરિશ્વરજી જૈન મંદિર ટ્રસ્ટ અને શેઠ મોતીશા ધાર્મિક અને ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાજ્યના મંદિરો ન ખોલવાના નિર્ણય સામે ફરિયાદ ઉઠાવતા અરજીના  અનુસંધાને આ આદેશ જાહેર કરાયો છે .તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)