મુખ્ય સમાચાર
News of Saturday, 17th April 2021

સ્મશાન - કબ્રસ્તાનનો વાયદો પૂર્ણ કર્યો

કોરોનાથી મોતના કારણે રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધ્યું

નવી દિલ્હી તા. ૧૭ : કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. કોરોનાના કેસ વધુ ને વધુ સામે આવી રહ્યા છે અને લોકોના મૃત્યુનો આંક પણ મોટો થઈ રહ્યો છે, ત્યારે કોરાનાને લઈને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. બંગાળ ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ કોરોનાની તૈયારીને લઈને સરકાર ઉપર સવાલ ઉભા કર્યા હતા.

રાહુલ ગાંધીએ ટ્વિટ કરતાં લખ્યું હતું કે, 'સ્મશાન અને કબ્રસ્તાન.... જે કહ્યું તે કર્યું' થોડા દિવસ પહેલા બંગાળ ચૂંટણી પ્રચાર દરમિયાન પણ રાહુલ ગાંધીએ સભાને સંબોધિત કરતા વડાપ્રધાન ઉપર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. શુક્રવારે પણ રાહુલ ગાંધીએ સોશિયલ સાઇટ ટ્વિટર થકી સરકારને મેણું માર્યું હતું.રાહુલ ગાંધીએ ટ્વિટ કરતા લખ્યું હતું કે, કેન્દ્ર સરકારની રણનીતિના ૩ સ્ટેપ છે. ૧. લોકડાઊન લગાવો, ૨.ઘંટી વગાડો અને ૩.પ્રભુના ગુણગાન કરો. આ પહેલા પણ રાહુલ ગાંધી કોરોના સંક્રમણને લઈને આરોપ લગાવી ચૂકયા છે કે જરૂરી ચિકિત્સા અને વેકિસનેશન ઉત્સવ એક માત્ર ઢોંગ છે. કોરોના દર્દીની સતત સંખ્યા વધી રહી છે. કોરોનાના કેસ પહેલાં કરતાં વધુ સામે આવી રહ્યા છે તો બીજીબાજુ આ બીમારીથી મરનારનો આંકડો પણ વધ્યો છે. તો કોરોનાને લઇ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સરકાર પર કટાક્ષ કર્યો છે. બંગાળ ચૂંટણી પ્રચાર દરમ્યાન પણ રાહુલ ગાંધીએ કોરોનાની તૈયારીઓને લઇ સરકાર પર પ્રશ્ન કર્યા હતા.

રાહુલ ગાંધીએ શનિવાર ટ્વીટ કરતાં લખ્યું કે સ્મશાન અને કબ્રસ્તાન બંને જે કહ્યું તે કર્યું. થોડાંક દિવસ પહેલાં જ બંગાળ ચૂંટણી પ્રચાર દરમ્યાન રાહુલ ગાંધીએ એક ચૂંટણી સભાને સંબોધિત કરતાં પીએમ મોદીએ આકરાં પ્રહારો કર્યા.

(4:04 pm IST)