મુખ્ય સમાચાર
News of Saturday, 17th April 2021

દિલ્‍હીમાં વિકએન્‍ડ કર્ફયુ વચ્‍ચે પણ કોરોના કહેર ન અટકે તો સંપૂર્ણ લોકડાઉનની તૈયારીઃ અરવિંદ કેજરીવાલની અધ્‍યક્ષતામાં સમીક્ષા બેઠક

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં આજથી 56 કલાકનો વીકએન્ડ કરફ્યૂ લાગુ થશે. પરંતુ જો તેનાથી પણ કામ નહીં બને તો સંપૂર્ણ લોકડાઉન લાગી શકે છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેના માટે સમીક્ષા બેઠક બોલાવી છે. કારણ કે રાજધાની છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસ 20 હજાર પહોંચી ગયા.

આજે રાત્રે 10થી લાગુ થશે વીકએન્ડ કરફ્યૂ

CM કેજરીવાલે ટ્વીટ કરીને લોકોને આપીલ કરી છે કે આજ અને કાલે દિલ્હીમાં કરફ્યૂ છે. મહેરબાની કરીને તેનું પાલન કરો, આપણે બધાએ મળી કોરોનાને હરાવવાનું છે. દિલ્હીમાં વીકએન્ડ કરફ્યૂ આજે રાત્રે 10 વાગે શરુ થશે અને સોમવારે સવારે 6 વાગ્યા સુધી રહેશે. પ્રથમ વીકએન્ડ કરફ્યૂનો આજે પહેલો દિવસ છે. જે આગામી આદેશ સુધી આવનારા દિવસોમાં પણ દર સપ્તાહે લાગુ થશે.

પરંતુ જો વીક એન્ડ કરફ્યૂ પણ કોરોનાને રોકવામાં નિષ્ફળ જશે તો સંપૂર્ણ લોકડાઉન લાગવાની શક્યતા ચકાસવા માટે સીએમ કેડરીવાલે આજે સમીક્ષા બેઠક બોલાવી છે. જેમાં નાયબ મુખ્યમંત્રી અને કોવિડ-19 મેનેજમેન્ટના નોડલમંત્રી મનીષ સિસોદિયા, આરોગ્યમંત્રી સત્યેન્દ્ર જૈન સહિત અન્ય અધિકારીઓ હાજ રહેશે.

સીએમ કેજરીવાલે બે વાતો કરી

અગાઉ સીએમ કજરીવાલે મુખ્યત્વે બે વાતો કરી હતી. એક એ કે લોકડાઉન સમાધાન નથી. બીજી એ કે જો કેસો નહીં અટકે તો લોકડાઉન પર વિચાર કરી શકાય છે. જેવી રીતે દિલ્હીમાં અચાનક આટલી ઝડપે કેસો વધી રહ્યા છે. તે જોતા એવું લાગી રહ્યું છે કે દિલ્હી સરકારને બીજા વિકલ્પ પર વિચારવાનો વધુ સમય લાગશે નહીં.

નોંધનીય છે કે દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 19486 નવા કેસ નોંધાયા. 141 લોકોનાં મોત થઇ ગયા. તેથી બેકાબૂ બનેલા કોરોનાએ કેજરી સરકારની ઊંઘ ઊડાડી દીધી છે, તો લોકોને ભયભીત કરી દીધા છે.

વીકએન્ડ કરફ્યૂમાં શું રહેશે

-જરુરી ચીજ-વસ્તુઓ, સેવાઓ માટે છૂટ રહેશે.

મોલ, જીમ, સ્પા, ઓડોટોરિયમ, એસમ્બલી હોલ, એન્ટરટેનમેન્ટ પાર્ક બંધ રહેશે.

-પરંતુ થિયેટર (સિનેમા હોલ) 30 ટકા બેઠક ક્ષમતા સાથે ખુલ્લા રહેશે.

-રેસ્ટોરન્ટમાં બેસી ખાવા પર પ્રતિબંધ, પણ હોમ ડિલિવરી ચાલુ રહેશે.

બસ, ઓટો, ટેક્સી, મેટ્રો સહિત જાહેર વાહનો ચાલુ રહેશે.

-પરંતુ કરફ્યૂમાં છૂટ મેળવનારા લોકો જ તેમાં જઇ શકશે.

(5:29 pm IST)