મુખ્ય સમાચાર
News of Saturday, 17th April 2021

પાક.માં ૨૬ વર્ષની યુવતીનો ઈતિહાસ, મહિલા DSP બની

પાકિસ્તાનમાં હિન્દુઓ પર અત્યાચારના અનેક કિસ્સા : મનીષા રોપેટા સિંધ પ્રાંતની જેકોબાબાદ જિલ્લાની રહેવાસી છે, વર્ષો પહેલા તેનો પરિવાર કરાંચી શિફ્ટ થઈ ગયો હતો

ઇસ્લામાબાદ, તા.૧૭ : પાકિસ્તાનમાં હિન્દુઓ પર થતા અત્યાચારના કિસ્સા છાશવારે પ્રકાશમાં આવતા હોય છે.અહીંયા હિન્દુઓ માટે જીવવુ મુશ્કેલ છે.આ સંજોગોમાં પણ ૨૬ વર્ષની એક હિન્દુ યુવતીએ રચેલા ઈતિહાસની ચર્ચા થઈ રહી છે. ૨૬ વર્ષની મનીષા રોપેટા પાકિસ્તાનની પહેલી હિન્દુ મહિલા ડીએસપી બની ગઈ છે. આમ તો સિંધ પ્રાંતની જેકોબાબાદ જિલ્લાની રહેવાસી છે પણ વર્ષો પહેલા તેનો પરિવાર કરાંચી શિફ્ટ થઈ ગયો હતો. અહીંયા તેણે ફિઝિયોથેરાપીમાં ડોક્ટરેટની પદવી મેળવી હતી અને એ પછી તેણે તાજેતરમાં સિંધ રાજ્યના પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા આપી હતી. જેમાં તેણે ૧૬મુ સ્થાન મળ્યુ હતુ.

સોશિયલ મીડિયા પર તેની સિધ્ધિની ચર્ચા થઈ રહી છે. તેની નિમણૂંક પોલીસ તંત્રમાં ડીએસપી તરીકે કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર લોકોને તેને અભિનંદન પણ આપી રહ્યા છે. કપિલ દેવ નામના યુઝરે તેની સિધ્ધિ અંગે જાણકારી આપતુ ટ્વિટ કર્યુ હતુ અને એ પછી તેના પર લોકોએ પ્રત્યાઘાત આપવાનુ શરુ કર્યુ હતુ.

(7:25 pm IST)