મુખ્ય સમાચાર
News of Saturday, 17th April 2021

દેશમાં કોરોનાના નવા કેસમાં ભયજનક ઉછાળો લગામ : 24 કલાકમાં રેકોર્ડબ્રેક 2,60 લાખથી વધુ નવા કેસ : એક્ટિવ કેસ 17,93 લાખને પાર : વધુ 1492 દર્દીના મોત :1,38 લાખથી વધુ રેકોર્ડબ્રેક રિકવર થયા

મહારાષ્ટ્રમાં સૌથી વધુ 67,123 નવા કેસ, :ઉત્તર પ્રદેશમાં 27,334 કેસ, દિલ્હીમાં 24,375 કેસ , છત્તીસગઢમાં 16,083 કેસ, કર્ણાટકમાં 17,489 કેસ, અને મધ્યપ્રદેશમાં 11,269 કેસ, કેરળમાં 13,835 કેસ, તમિલનાડુ, ગુજરાત, પશ્ચિમ બંગાળ અને રાજસ્થાનમાં પણ કોરોનાએ સ્પીડ પકડી

નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસના નવા કેસમાં ભયજનક ઉછાળો નોંધાયો છે સતત વધી રહેલા કેસોએ લોકોની ચિંતા વધારી દીધી છે. સ્થિતિ એ થઈ ગઈ છે કે દેશમાં દરરોજ એક લાખથી વધુ નવા કેસ સામે આવી રહ્યાં છે જયારે આજે છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક 2.60,533 નવા કેસ નોંધાતા ભારે ફફડાટ ફેલાયો છે

 એક જ દિવસમાં દેશમાં સૌથી વધુ કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 1492 લોકોના મોત નિપજ્યા છે આ સાથે  એક્ટિવ  સંખ્યા પણ 17,93 લાખને  પાર  પહોંચી છે એક જ દિવસમાં 2,60,533 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 1.47,82,461 થઇ છે છેલ્લા 24 કલાકમાં 1,38,156 દર્દીઓ રિકવર  કરાયા છે આ સાથે 1.28,05,094 લોકોએ કોરોનાને મહાત આપી છે

  દેશમાં -મહારાષ્ટ્રમાં સૌથી વધુ 67,123 નવા કેસ, :ઉત્તર પ્રદેશમાં 27,334 કેસ, દિલ્હીમાં 24,375 કેસ , છત્તીસગઢમાં 16,083 કેસ, કર્ણાટકમાં 17,489 કેસ,  અને મધ્યપ્રદેશમાં 11,269 કેસ, કેરળમાં 13,835 કેસ,  તમિલનાડુ, ગુજરાત, પશ્ચિમ બંગાળ અને રાજસ્થાનમાં પણ કોરોનાએ સ્પીડ પકડી છે

(12:58 am IST)