મુખ્ય સમાચાર
News of Monday, 17th May 2021

વેકિસન લીધા બાદ હોસ્પિટલમાં દાખલ થવાની આશંકા માત્ર ૦.૦૬ ટકા

વેકિસન લગાવી ચુકેલા ૯૭.૩૮ ટકા લોકોને કોરોના સંક્રમણથી સુરક્ષા મળે છે

નવી દિલ્હી,તા. ૧૭: : કોરોનાના તાંડવ છતાં દેશમાં ઘણા એવા લોકો છે જે વેકિસનની આડઅસરની આશંકાને કારણે તેને લેવાથી ડરી રહ્યાં છે. આ ડરને કાઢી નાખવાની જરૂર છે. દેશમાં જ થયેલા એક અભ્યાસથી જાણકારી મળે છે કે વેકિસનેશન બાદ ૧ ટકાથી પણ ઓછા માત્ર ૦.૦૬ ટકા લોકોને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડે છે. એટલું જ નહીં વેકિસન લગાવી ચુકેલા ૯૭.૩૮ ટકા લોકોને કોરોના સંક્રમણથી સુરક્ષા મળે છે.

આ અભ્યાસ ઇંદ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલે કર્યું છે. હોસ્પિટલે તેના પરિણામ જાહેર કર્યા છે. તેમાં વેકિસનેશન બાદ સંક્રમણની ફ્રીકવેન્સીનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.

આ અભ્યાસ હેલ્થકેર વર્કર્સ પર કરવામાં આવ્યો છે. તેમાં તેને સામેલ કરવામાં આવ્યા જેને વેકિસનેશનની મુહિમના ૧૦૦ દિવસ દરમિયાન રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. તેમાંથી કેટલાકમાં કોવિડ-૧૯ના લક્ષણ મળ્યા હતા. ત્યારબાદ તેને ઇંદ્રપ્રસ્થ અપોલો હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા.

હવે આ અભ્યાસને છપાવવા વિશે વિચાર કરવામાં આવી રહ્યો છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ અપોલો હોસ્પિટલ ગ્રુપના ગ્રુપ મેડિકલ ડાયરેકટર ડો. અનુપમ સિબલના હવાલાથી જણાવ્યુ કે, કોરોનાની બીજી લહેરમાં નવા કેસની સંખ્યામાં મોટો વધારો થયો છે. હજુ વેકિસનેસન જારી છે. વેકિસનેશન બાદ ઇન્ફેકશનના મામલા જોવા મળે છે. તેને'બ્રેકથ્રૂ ઇન્ફેકશન' કહેવામાં આવે છે.

સિબલે જણાવ્યુ કે, અભ્યાસ સંકેત આપે છે કે કોરોના વેકિસનેશનથી ૧૦ ટકા સુરક્ષા મળતી નથી. વેકિસનના બન્ને ડોઝ લગાવ્યા છતાં તે ગંભીર દુષ્પરિણામોથી બચાવે છે. સ્ટડીમાં જોવા મલ્યું કે, જે લોકોને વેકિસન લાગી, તેમાંથી ૯૭.૩૮ ટકાને ઇન્ફેકશનથી સુરક્ષા મળી. માત્ર ૦.૦૬ ટકા લોકોને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડી.

અધ્યયનના પરિણામ દર્શાવે છે કે બ્રેકથ્રૂ ઇન્ફેકશન ખુબ સામાન્ય સંખ્યામાં થયું. કોઈને આઈસીયૂની જરૂર પડી નથી. ન તેમાંથી કોઈના મૃત્યુ થયા છે. આ અભ્યાસ ૩૨૩૫ હેલ્થ વર્કરો પર કરવામાં આવ્યો છે. તેમાંથી ૮૫ને કોરોનાનું ઇન્ફેકશન થયું છે.

(10:24 am IST)