મુખ્ય સમાચાર
News of Monday, 17th May 2021

મેકિસકોની એન્ડ્રીયા બની ''મિસ યુનિવર્સ ર૦ર૦'': ભારતીય સુંદરી ચોથા ક્રમે

મેકિસકોની એન્ડ્રીયા મેજા એ ''મિસ યુનિવર્સ ર૦ર૦''નો તાજ પોતાના નામે કર્યો છે. અમેરિકાના ફલોરિડામાં યોજાયેલા આ ઇવેન્ટમાં બ્રાઝીલની જુલીયા ગામા ફર્સ્ટ રનરઅપ રહી તો પેરૂની જેનિક મેસિટા સેકન્ડ રનરઅપ રહીઃ ભારત તરફથી તાજની દાવેદારી કરી રહેલી રર વર્ષીય એડલીન કાસ્ટલિનો ટોપ-ફાઇવમાં જગ્યા મેળવી શકી હતી. મેકિસકો, ડોમી નીસીયન રીપબ્લીક, ઇન્ડીયા, પેરૂ અને બ્રાઝીલ ટોપ ફાઇવમાં પહોંચ્યા હતાં. આ પ્રસંગે અભિનેતા મારિયો લોપેજ અને પૂર્વ મિસ યુનિવર્સ ઓલિવી કલ્પોએ હોસ્ટની ભૂમિકા ભજવી હતી.

(11:37 am IST)