મુખ્ય સમાચાર
News of Monday, 17th May 2021

રાજકોટમાં આજે ૨૭ મોતઃ બપોર સુધીમાં ૪૦કેસ

સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટ મુજબ ગઇકાલે ૨૯ પૈકી ૬ કોવીડ ડેથ થયાઃ હાલમાં સરકારી-ખાનગી હોસ્પિટલમાં ૩૧૫૪ બેડ ઉપલબ્ધઃ શહેરમાં કુલ કેસનો આંક ૩૯,૮૭૧ આજ દિન સુધીમાં ૩,૭૪૭૧ દર્દીઓ સાજા થયાઃહાલમાં દર્દીઓ સારવાર હેઠળઃ રિકવરી રેટ ૯૪.૦૭ ટકા થયો

રાજકોટ તા. ૧૭: શહેર - જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાની સારવાર દરમિયાન ૨૭ નાં મૃત્યુ થયા છે. જયારે શહેરમાં બપોર સુધીમાં ૪૦ કેસ નોંધાયા છે. છેલ્લા ઘણા સમય બાદ કેસનાં આંકનો ગ્રાફ ઓછો થતા શહેરીજનોએ  ે રાહતનો શ્વાસ લીધો હતો.

આ અંગે તંત્રની સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ તા.૧૬નાં સવારનાં ૮ વાગ્યા થી તા.૧૭નાં સવારનાં ૮ વાગ્યા સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં શહેર-જીલ્લાના  ૨૭ દર્દીઓએ દમ તોડી દીધો હતો.

ગઇકાલે ૨૯ પૈકી ૬ મૃત્યુ કોરોનાને કારણે થયાનું સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટમાં જણાવ્યુ હતુ.

શહેર અને જીલ્લામાં સરકારી-ખાનગી હોસ્પિટલમાં ૩૧૫૪ બેડ ખાલી છે.

નોંધનીય છે કે, શહેરમાં કોરોના સંક્રમણ અટકવાનું  નામ લેતુ નથી ત્યારે શહેર - જિલ્લાનું આરોગ્ય તંત્ર ફરી હરકતમાં આવ્યું છે અને ટેસ્ટીંગ વધાર્યું છે. કન્ટેન્ટમેન્ટ ઝોનની કામગીરીમાં ઝડપ લાવવામાં આવી છે. જેથી સંક્રમણને કાબુમાં લઇ શકાય.

બપોર સુધીમાં કોરોનાના ૪૦ કેસ

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૪૦ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૩૯,૮૭૧ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે.

ગઇકાલે કુલ ૪૭૯૧  સેમ્પલ લેવાયા હતા.જેમાં ૩૭૨  કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૭.૭૬  ટકા થયો  હતો. જયારે ૫૧૮ દર્દીઓે સાજા થયા હતા.

આજ દિન સુધીમાં  ૧૦,૯૮,૬૧૦ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૩૯,૮૭૧ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૩.૬૩ ટકા થયો છે.

જયારે શહેરમાં હાલમાં સરકારી હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ તથા હોમ આઇસોલેશન હેઠળ ૨૧૮૭  દર્દીઓ સારવાર હેઠળ છે.

(3:06 pm IST)