મુખ્ય સમાચાર
News of Monday, 17th May 2021

દક્ષિણ ભારતના રાજયોમાં દરિયો ગાંડોતુર બન્યોઃ ગોવા સહિતના ભાગોમાં ભારે પવન સાથે વરસાદ

રાજકોટઃ કોરોના વાયરસના કહેર વચ્ચે ગુજરાત માથે વાવાઝોડાનું સંકટ આવી પડ્યું છે. દરિયાઈ તોફાન વધુને વધુ મજબૂત બની રહ્યું છે અને હવે હવાની ઝડપ પણ વધારી છે. દક્ષિણ ભારતના રાજ્યોમાં દરિયો ગાંડોતૂર બન્યો છે તથા ગોવા સહિતના રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદ થયો હતો જે બાદ હવે વાવાઝોડું સીધું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે.

વાવાઝોડાએ તેની ઝડપમાં વધારો કર્યો છે અને આવતીકાલ સવાર સુધીમાં વાવાઝોડું ગુજરાત પહોંચી શકે છે. હાલમાં આ વાવાઝોડું દક્ષિણ મુંબઈથી ૧૫૦ કિમી દૂર છે તથા વાવાઝોડાની દિશામાં પણ ફેરફાર જોવા મળ્યો છે. તૌકતે વાવાઝોડું હવે ઉત્તર-ઉત્તર પશ્ચિમ દિશામાં ફંટાઈ ગયું છે.

હાલની પરિસ્થિતિ મુજબ વાવાઝોડું આવતીકાલ સવાર સુધીમાં ગુજરાત પહોંચી શકે છે. વાવાઝોડું પોરબંદર, અમરેલી તથા મહુવા વચ્ચેથી પસાર થઈ શકે છે. વાવાઝોડાની અસરના પહેલ આખા સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી શેક છે. વાવાઝોડાની અસર આજે સાંજથી દેખાવાની શરૂ થઈ જશે.

(11:47 am IST)