મુખ્ય સમાચાર
News of Monday, 17th May 2021

કોરોનાથી હોટલ ઉદ્યોગને ૧.૩૦ લાખ કરોડનું નુકસાન

સરકાર પાસે મદદ-રાહત પેકેજની માંગણી

નવી દિલ્હી તા.૧૭ : કોરોના મહામારીના કારણે ભારતીય હોટલ, ઉદ્યોગોનો નાણાંકીય વર્ષ ર૦ર૦-ર૧ દરમ્યાન આવકમાં લગભગ ૧.૩૦ લાખ કરોડનું નુકશાન થયું છે અને તેમાંથી બહાર આવવા માટે ફેડરેશન ઓફ હોટલ એન્ડ રેસ્ટોકરન્ટ એસોસીએશન ઓફ ઇન્ીન્ડયા (એફ.એચ.આર.એઆઇ) એ સરકારને મદદની અપીલ કરી છે. એફએચઆરએઆઇએ રવિવારે કહ્યું કે તેણેવડા પ્રધાન મોદી સહિત અન્ય કેન્દ્રીય પ્રધાનોને સોંપેલ એક વિવરણમાં હોસ્પીટાલીટી ઉદ્યોગને બચાવવા માટે તાત્કાલીક મદદની આપીલ કરી છે અને સરકારને કેટલાય નાણાંકીય ઉપાયો બાબતે અનુરોધ કર્યો છે.એફએસઆર.એઆઇએ એક બયાનમાં કહ્યું કે નાણાંકીય વર્ષ  ર૦૧૯-ર૦માં ભારતીય હોટલ ઉદ્યોગની આવક ૧.૮ર લાખ કરોડ હતી. અમારા અંદાજ અનુસાર નાણાંકીય વર્ષ ર૦ર૦-ર૧ માં આવકમાં લગભગ ૭પ ટકાનો ઘટાડો નોંધાયો જે ઉદ્યોગને ૧.૩૦ લાખ કરોડથી વધારેનો ફટકો છે.

એફએચઆઇએઆઇના ઉપાધ્યક્ષ ગુરૂબલસિંઘ કોહલીએ કહ્યું કે માર્ચ સરળ પછીથી ઉદ્યોગ પોતાની નાણાંકીય જવાબદારીઓ નિભાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે વર્તમાન પરિસ્થિતિમાં લોન અને તેના પરના વ્યાજનું પણ વ્યાજ ચુકવવુ મુશ્કેલજ નહી પણ અશકય છે.

અમે  ઉદ્યોગ માટે સરકારને એક ખાસ નીતી લાવવા વિનંતી કરીએ છીએ જે બેંકો, નાણાંકીય સંસ્થાઓ અથવા કોઇ અન્ય સંસ્થાઓ પ્રત્યે અર્જીત અથવા અર્જીત થનાર દેવાઓ સહિત બધી નાણાંકીય અસરો ઘટાડવામાં મદદ કરે. કોહલીએ કહ્યું કે સરકારે કોઇપણ પ્રકારનું મોડુ કર્યા વગર હોટલ ઉદ્યોગના વૈધાનિક શુલ્ક માફ કરવા માટે જરૂરી ખાસ જોગવાઇઓ કરવી જોઇએ ઉદ્યોગને લોકડાઉનના સમયગાળા દરમ્યાન મિલ્કતવેરો, વોટર ચાર્જીસ, વીજ શુલ્ક અને ઉત્પાદ શુલ્ક સહિત લાયસન્સ શુલ્કમાં છુટ આપવી જોઇએ.

(3:13 pm IST)