મુખ્ય સમાચાર
News of Monday, 17th May 2021

યુપીની પંચાયત ચૂંટણીની ફરજ દરમિયાન 1621 શિક્ષણ કર્મચારીઓનો કોરોનાએ ભોગ લીધો

પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મુખ્યમંત્રીને યાદી મોકલી: એક કરોડની આર્થિક મદદ, તેમના પરિજનોને નોકરી આપવા સહિત આઠ માંગો કરી: રાજ્યના 75 જિલ્લાઓમાં 1621 શિક્ષકો, પ્રશિક્ષકો, શિક્ષા મિત્રો અને કર્મચારીઓની કોરોના સંક્રમણના કારણે મોત

ઉત્તર પ્રદેશમાં પંચાયત ચૂંટણીમાં ડ્યુટી દરમિયાન કોવિડ-19 સંક્રમણથી મરનારા શિક્ષકો, શિક્ષા મિત્રો, અનુદેશકો અને બેસિક શિક્ષા વિભાગના કર્મચારીઓની સંખ્યા 16,21 સુધી પહોંચી ગઈ છે. ઉત્તર પ્રદેશ પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આપેલી યાદીમાં આની જાણકારી આપી છે. તે પહેલા સંઘે 28 એપ્રિલે યાદી રજૂ કરતાં કોરોના સંક્રમણથી 706 શિક્ષકો-કર્મચારીઓના મોત થવાની જાણકારી આપી હતી.

સંઘે 16 મેના દિવસે મુખ્યમંત્રીએ તે સૂચી મોકલીને ચૂંટણી ડ્યુટી દરમિયાન મૃત્યુ પામેલા શિક્ષકો, શિક્ષા મિત્રો, પ્રશિક્ષકો અને કર્મચારીઓને એક કરોડની આર્થિક મદદ, તેમના પરિજનોને નોકરી આપવા સહિત આઠ માંગો કરી છે.

પ્રાથમિક શિક્ષક સંઘે જે યાદી જાહેર કરી છે, તે અનુસાર પ્રદેશના બધા 75 જિલ્લાઓમાં 1621 શિક્ષકો, પ્રશિક્ષકો, શિક્ષા મિત્રો અને કર્મચારીઓની કોરોના સંક્રમણના કારણે મોત થઈ ગયું છે. આ બધા લોકોએ પંચાયત ચૂંટણીમાં ડ્યુટી કરી હતી. આ સૂચીમાં જીવ ગુમાવનાર શિક્ષકોના નામ, તેમની શાળાના નામ, બ્લોક અને જનપદનું નામ, મૃત્યુ તારીખ અને દિવંગત શિક્ષકના પરિજનનો મોબાઈલ નંબર પણ આપ્યું છે.

(10:27 pm IST)