મુખ્ય સમાચાર
News of Tuesday, 17th May 2022

મધ્ય પ્રદેશના નીમચમાં ભારે તણાવ :દરગાહની પાસે હનુમાનજી પ્રતિમાને લઈને વિવાદ : બે કોમ વચ્ચે પથ્થર મારો:કલમ 144 લાગુ

પોલીસે ભીડ પર કાબુ મેળવવા ટીયર ગેસના ગોળા છોડ્યા : ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

મધ્યપ્રદેશના નીમચમાં બે સમુદાયો વચ્ચે ભારે તણાવ વ્યાપી ગયો હોવાની ખબરો સામે આવી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, નીચમ શહેરમાં જૂની કચેરી પર હનુમાનજીની પ્રતિમાનની પ્રાણ પ્રતિષ્ઠા કરવાને લઈને બે પક્ષોમાં ભારે વિવાદ શરૂ થયો હતો. જે બાદ બંને પક્ષોએ એક બીજા પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. જે બાદ પોલીસે ભીડ પર કાબૂ મેળવવા માટે ટીયર ગેસના ગોળા છોડ્યા હતા, ચુસ્ત બંદોબસ્ત ગોઠાવાયો છે, ત્યાર બાદ પૂરા વિસ્તારમાં કલમ 144 લાગૂ કરી દેવાઈ છે. 

આ અંગે નીમચના SP સૂરજ કુમારના જણાવ્યા અનુસાર અહીંયા એક દરગાહ છે. જ્યાં કેટલાક લોકોએ હનુમાનજી મૂર્તિ સ્થાપના કરી દીધી હતી. જેને લઈને બંને પક્ષોમાં વિવાગ શરૂ થઈ ગયો હતો. જેની સૂચના મળતાની સાથે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચીને સ્થિતી પર કાબૂ મેળવ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે, બંને પક્ષો વચ્ચે થયેલા પથ્થરમારામાં બે થી ત્રણ બાઈકોને નુક્સાન પહોંચ્યું છે. જો કે, આ સમગ્ર વિવાદમાં કોઈ પણ ઘાયલ નથી થયું.. 

(1:16 pm IST)