મુખ્ય સમાચાર
News of Wednesday, 17th August 2022

નવા વર્ષની ઉજવણી શહેનશાહી પારસીઓ કરે છે

પારસીઓની વસ્‍તીમાં ૭૦ ટકા શહેનશાહી, બાકીના કાદીમીસ અને ફાસલીસ

મુંબઇઃ મુંબઇમાં રહેતી મહેરીન્‍ગીઝ ખોદાઇજી નવા વર્ષ માટે બહુ ઉત્‍સાહિત હતી અને તેથી જ તે દિવસે તેણે અન્‍ય કોઇ કામનું આયોજન નહોતું કર્યુ. તે અંધેરીના પોતાના નિવાસ સ્‍થાને પોતાના પરિવાર સાથે નવા વર્ષનો દિવસ યાદગાર બનાવવા માંગતી હતી પારસીઓનું નવું વર્ષ મોટા ભાગે શહેનશાહી પારસીઓ દ્વારા ઉજવાય છે. શહેનશાહીઓની વસ્‍તી પારસી સમાજનાં ૭૦ ટકા જેટલી જયારે અન્‍ય પારસીઓ કાદીમીસ અને ફાસલીસ છે.ઇરાની ઝોરાષ્‍ટ્રીયન લોકો ૧૩૦૦ વર્ષે પહેલા આવ્‍યા હતા અને તેઓ શહેનશાહી કેલેન્‍ડરમાં માને છે. પારસીઓના નવા વર્ષ બાબતે સમજાવતા દાદર એર્થોનેન ઇન્‍સ્‍ટીટયૂટના પ્રિન્‍સીપાલ રમીયાર કરંજીયાએ કહ્યુ કે ઇરાનમાં જયારે નવો રાજા સિહાંસન પર બેસે ત્‍યારે તેના નામથી કેલેન્‍ડર શરૂ થાય છે. છેલ્‍લો ઝોરોષ્‍ટ્રીય રાજા યેઝદેગર્દ શેહરીયાર ત્રીજો હતો. અત્‍યારે ચાલતું કેલેન્‍ડર તેના નામથી ચાલે છે. આજના દિવસે તે સિંહાસન પર બેઠો હતો એટલે તેને નવા વર્ષ તરીકે ઉજવવામાં આવે છે.

(4:12 pm IST)