મુખ્ય સમાચાર
News of Wednesday, 17th August 2022

આજથી જાહેર સ્‍થળો-બજારોમાં કોંગ્રેસની ‘‘મોંઘવારી ચૌપાલ'' : દરેક વિધાનસભા ક્ષેત્રમાં આયોજન

કોંગ્રેસે મોંઘવારી વિરૂધ્‍ધ દેશભરમાં રણશીંગુ ફુંકયુ : પાર્ટી કાર્યકરો ખેડૂતો, મહિલાઓ, ગૃહીણીઓ સાથે ચર્ચા-વાતચીત કરશે : રાષ્‍ટ્રીય સ્‍તરે બુકલેટ તૈયાર કરી રાજયોમાં મોકલાશે

નવી દિલ્‍હી, તા. ૧૭ : કોંગ્રેસ આજે ૧૭ થી ર૩ ઓગસ્‍ટ સુધી તમામ વિધાનસભા વિસ્‍તારોની મંડીઓ, જથ્‍થાબંધ બજારો સહિત અન્‍ય સાર્વજનીક જગ્‍યાઓ ઉપર મોંઘવારી ચોપાલ સંવાદ બેઠક આયોજીત કરી રહી છે.
જેમાં કોંગ્રેસના લોકો જનતા વચ્‍ચે જઇ મોંઘવારીના મુદ્દાને લઇને લોકો સાથે ચર્ચા અને વાતચીત કરશે. પાર્ટીના કાર્યકરો ખેડૂતો, મહિલાઓ, ગૃહીણીઓથી લઇને તમામ લોકો સુધી પહોંચશે.
બીજી તરફ મોંઘવારીને લઇને કોંગ્રેસે નાના-નાની બુકલેટ તૈયાર કરવાની યોજના પણ બનાવી છે. કોંગ્રેસના રાષ્‍ટ્રીય કાર્યાલયથી તમામ રાજયોના એકમોમાં બુકલેટ પહોંચાડવામાં આવશે. જયાંથી તેનુ઼ સ્‍થાનીક ભાષામાં અનુવાદ કરી લોકોને અપાશે. ઉપરાંત કોંગ્રેસ અગિ્નવીર યોજનાને લઇને પણ વિરોધની યોજના બનાવી રહી છે.

 

(4:43 pm IST)