મુખ્ય સમાચાર
News of Thursday, 17th September 2020

ન્યુદિલ્હીથી શિકાગો : ડિસેમ્બર માસથી નોનસ્ટોપ ફ્લાઇટ શરૂ : 2021 સમર સીઝનમાં સૌપ્રથમવાર બેંગ્લુરુ થી સાન ફ્રાન્સિસ્કો નોનસ્ટોપ ફ્લાઇટ શરૂ થશે : યુનાઇટેડ એરલાઇન્સની સેવાઓનું વિસ્તરણ

ન્યુદિલ્હી : યુ.એસ.ની યુનાઇટેડ એરલાઇન્સે સેવાઓનું વિસ્તરણ શરૂ કરી દીધું છે.જે મુજબ આગામી ડિસેમ્બર માસથી ન્યુદિલ્હીથી શિકાગો નોનસ્ટોપ ફ્લાઇટ શરૂ કરી દેવાશે.તેમજ 2021 સમર સીઝનમાં સૌપ્રથમવાર બેંગ્લુરુથી સાન ફ્રાન્સિસ્કો નોનસ્ટોપ ફ્લાઇટ શરૂ કરાશે .
કંપની સૂત્રોએ જણાવ્યા મુજબ હાલની ન્યુદિલ્હીથી તથા મુંબઈથી ન્યૂયોર્ક અથવા નેવાર્ક ,તથા ન્યુદિલ્હીથી સાન ફ્રાન્સિસ્કો વચ્ચેની સેવાઓ ઉપરાંત ભારત સાથેની અમેરિકાના અન્ય શહેરો સાથેની નવી નોનસ્ટોપ સેવાઓ ઉમેરાશે.આથી ભારતથી આવતા યાત્રિકો માટે યુ.એસ.ના શહેરો સાથેના જોડાણ માટેની સેવાઓમાં વધારો થશે.
કંપની સૂત્રોએ ઉમેર્યું હતું કે ખાસ કરીને ભારત અને અમેરિકાના  ટેક્નોલોજી હબ ગણાતા બેંગ્લુરુ અને સાન ફ્રાન્સિસ્કો વચ્ચે શરૂ થનારી નોનસ્ટોપ ફ્લાઈટ્સ બંને દેશો વચ્ચે ટેક્નોલોજી આદાન પ્રદાન માટે ઉપયોગી નીવડશે.

(6:44 pm IST)