મુખ્ય સમાચાર
News of Thursday, 17th September 2020

સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળો દેહરાદુન-નૈનિતાલમાં કોરોનાએ ઉપાડો લીધો : મોટી સંખ્યામાં કેસો નોંધાયા

ઉત્તરાખંડમાં કોરોના પોઝિટિવની સંખ્યા 37 હજારની નજીક પહોંચી ગઈ છે. આજે ગુરુવારે ઉત્તરાખંડમાં ફરી એકવાર કોરોનાનો મોટો વિસ્ફોટ થયો છે. કોરોનાના રેકોર્ડ 1192 નવા કેસ નોંધાયા છે. સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળો દહેરાદૂન અને નૈનિતાલમાં મોટો કોરોના વિસ્ફોટ સર્જાયો છે. દહેરાદૂનવજિલ્લામાં 24 કલાકમાં કોરોનાના 430 નવા કેસો થયા છે. કુલ સંખ્યા 9250 થઈ ગઈ છે.  તો નૈનિતાલમાં પણ 24 કલાકમાં કોરોનાની બેવડી સદી સાથે 203 કેસ નોંધાયા.

(10:04 pm IST)