મુખ્ય સમાચાર
News of Friday, 17th September 2021

શેરબજાર ફરીથી ઓલ ટાઇમ હાઇ સપાટી પર ખૂલ્યો

પાછલા ટ્રેડિંગ સેશનમાં રેકર્ડબ્રેક સપાટી પર બંધ રહ્યા બાદ સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં તેજી

મુંબઈ :  પાછલા ટ્રેડિંગ સેશનમાં રેકર્ડબ્રેક સપાટી પર બંધ રહ્યા બાદ આજે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં એટલે કે શુક્રવારના રોજ શેરબજાર ફરીથી ઓલ ટાઇમ હાઇ સપાટી પર ખૂલ્યો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ ખાતે સેન્સેક્સ 281.23 અંકની તેજી સાથે 59422.39ની સપાટી પર ખૂલ્યો છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જ ખાતે નિફ્ટી 79.70 અંકની તેજી સાથે 17709.20ની સપાટી પર ખૂલી છે.

(12:28 pm IST)