મુખ્ય સમાચાર
News of Friday, 17th September 2021

કાબુલમાં ફરી દાગવામાં આવ્યા રોકેટ : પાવર સ્ટેશન પાસે હુમલો

કાબુલ,તા. ૧૭: અફઘાાનિસ્તાનના કાબુલમાં એક પાવર સ્ટેશન પાસે રાકેટ હુમલાના સમાચાર સામે આવ્યા છે. આ જાણકારી સ્થાનિક મીડિયાએ આપી છે. જોકે હજુ સુધી આ હુમલામાં જાનમાલના નુકશાનના કોઈ સમાચાર સામે નથી આવ્યા.

સ્થાનિક મીડિયા મુજબ આ હુમલો કાબુલના એક પાવર પ્લાન્ટ પાસે થયો. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ હુમલામાં પાવર પ્લાન્ટને નુકશાન થઈ શકે છે. જોકે હજુ સુધી જાનમાલના નુકશાનના સમાચાર નથી આવ્યા.

અગાઉ અફઘાનિસ્તાનમાં કાબુલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ૨૬ ઓગસ્ટના રોજ આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલામાં ૧૩ અમેરિકાના સૈનિકો સહિત ૧૦૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ હુમલાની જવાબદારી ISIS-Kએ લીધી હતી. આ હુમલો એવા સમયે થયો જયારે અમેરિકા,  બ્રિટન, ફ્રાન્સ અને ભારત સહિત વિશ્વભરના દેશો અફઘાનિસ્તાનમાંથી પોતાના નાગરિકોને બહાર કાઢી રહ્યા હતા. જોકે હુમલાના થોડા કલાકો બાદ અમેરિકાએ તેનો બદલો લીધો અને માસ્ટરમાઈન્ડને ઠાર કર્યો. આ હુમલાના બે દિવસ પછી અમેરિકાએ કાબુલ એરપોર્ટ પર આત્મઘાતી હુમલાને નિષ્ફળ કરી દીધો હતો. અમેરિકાએ કારથી વિસ્ફોટક લઇ જઇ રહેલા ISIS-Kના આતંકવાદીઓને એરસ્ટ્રાઇકમાં મારી દીધા હતા.

(3:11 pm IST)