News of Tuesday, 17th November 2020
આઇટીઆઇ વિદ્યાર્થીના ઘરેથી મળ્યું નકલી નોટ છાપવાનું મશીન, નકલી નોટોના ઢગલા પર બેઠો હતો આરોપી
નકલી નોટ સર્કુલેટ કરવાની કોશિષ કરતાં પકડાઇ ગયેલ શખ્સની પુછતાછ પછી હાપુડ (ઉતરપ્રદેશ) પોલીસએ એક આઇટીઆઇ વિદ્યાર્થીના ઘરેથી હાઇએંડપ્રિન્ટર અને નકલી નોટ છાપવાનો સામાન પકડયો પોલીસ એના ઘર છાપો મારવા પહોંચી તો તે નકલી નોટોના ઢગલા પર બેઠો હતો એક અધિકારીએ કહ્યું તે જલ્દી પૈસા બનાવવા માંગતો હતો.
(12:00 am IST)