મુખ્ય સમાચાર
News of Wednesday, 17th November 2021

પૂંચ સરહદ ઉપર આગ ફાટી નીકળ્યો: ભારતીય લશ્કરની ચોકીઓ સુધી પહોંચી: બારુદી સુરંગોમાં સતત વિસ્ફોટ

પૂંચમાં નિયંત્રણ રેખાની આજુબાજુ, પાકિસ્તાની સૈનિકોએ સૂકા ઘાસને આગ લગાડી જે ભારતીય સેનાની સરહદી  ચોકીઓ સુધી પહોંચી ગઈ છે.  અંકુશ રેખા પર ઘૂસણખોરી રોકવા માટે ભારતીય સેના દ્વારા બિછાવેલી લેન્ડમાઈન્સમાં વિસ્ફોટો થઈ રહ્યા છે.

 પાકિસ્તાની સેનાએ પૂંચ જિલ્લાના દેગવાર સેક્ટરના સેરી વિસ્તારમાં આ આગ લગાવી છે.  જેના કારણે નિયંત્રણ રેખા પાસે ભારતીય વિસ્તારમાં લેન્ડમાઈન્સમાં વિસ્ફોટ થયા છે.  આતંકવાદીઓની ઘૂસણખોરી રોકવા માટે આ સુરંગો નાખવામાં આવી છે.  ભારતીય સેનાના જવાનો આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.  સરહદે લાઈન ઓફ એક્ચ્યુલ કન્ટ્રોલ રેખા પર દેખરેખ માટે લગાવવામાં આવેલા ઉપકરણોનો આગથી નાશ થયાની પૂરી સંભાવના છે.

(10:49 am IST)