મુખ્ય સમાચાર
News of Wednesday, 17th November 2021

ડેંગ્યુ સંક્રમણની વચ્ચે યુપીના ઉન્નાવ જિલ્લામાં ઝીકા વાયરસની એન્ટ્રી : યુવક સંક્રમિત

ડીએમે કેમ્પ લગાવીને કોન્ટ્રેકટ ટ્રેસિંગના નિર્દેશ

લખનૌ તા. ૧૭ : ઉન્નાવના શુકલાગંજમાં રહેનારા એક યુવકમાં ઝિકા વાયરસની મંગળવારે ખરાઈ થઈ છે. પહેલો દર્દી મળતાની સાથે ચિંતામાં વધારો થયો છે. દર્દીને ૪ દિવસથી તાવ આવી રહ્યો હતો. ૩ દિવસ પહેલા કાનપુરમાં તેની તપાસ થઈ હતી. સ્વાસ્થ્ય વિભાગના પર્યવેક્ષકે ઝિકા વાયરસની ખરાઈ કરી છે. સંક્રમણની ખરાઈ થયા બાદ સ્વાસ્થ્ય વિભાગે યુવકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યો છે. તેમજ ઘરે ઘરે જઈને દવાઓનો છંટકાવ કરી રહ્યા છે. ડીએમે કેમ્પ લગાવીને કોન્ટ્રેકટ ટ્રેસિંગના નિર્દેશ આપ્યા છે.

ડીએમ રવિન્દ્ર કુમારે જણાવ્યું કે મુખ્ય ચિકિત્સા અધિકારી દ્વારા અવગત કરાવવામાં આવ્યું છે કે કેસ ઝિકા વાયરસના શુકલાગંજમાં મળ્યો છે. સંક્રમિત વ્યકિત રોજ કાનપુરની એક ફેકટ્રીમાં કામ કરે છે અને તે રોજ આવતો જતો હતો. સંક્રમણની સૂચના મળતાની સાથે તાત્કાલિક વિસ્તારમાં ફોગિંગ અને દવાના છંટકાવના નિર્દેશ આપવામાં આવ્યા છે. સંક્રમિત વ્યકિતની સારવારના નિર્દેશ પણ આપવામાં આવ્યા છે. જનપદમાં સંપૂર્ણ સાવધાની વર્તવામાં આવી રહી છે કેમ કે તે કાનપુરથી અડીને છે.

ઉન્નાવના શુકલાગંજના મિશ્રા કોલોનીના રહેવાનારા રાજેશ કાનપુર શહેરના લાલ બંગલામાં એક દોરા ફેકટ્રીમાં કાર્ય કરતા હતા. એક અઠવાડિયા પહેલા તાવ અને આંખોમાં બળતરા જેવી સમસ્યા થઈ. જેના પર ફેકટ્રી મેનેજમેન્ટે ૧૩ નવેમ્બરે ડેંગ્યુ તથા ડોકટરે ઘર પર બેડ રેસ્ટ કરવાની સલાહ આપી. મંગળવારે મોડી સાંજે ઉન્નાવ જિલ્લા હોસ્પિટલના સ્વાસ્થ્ય વિભાગ પર્યવેક્ષક પ્રદીપ દિવાકરે રાજેશના ઝિકા વાયરસથી સંક્રમિત થવાની પુષ્ટિ કરી.

આ બાદ સ્વાસ્થ્ય પર્યવેક્ષક બિમારી રાજેશના ઘરે પહોંચ્યા અને આનન ફાનનમાં જિલ્લા હોસ્પિટલ લઈને જવાના થયા. સાથે ઘરમાં હાજર અન્ય લોકોને આઈસોલેટ કરવામાં આવ્યા. એન્ટી લાર્વા સહિત અન્ય દવાઓની ગોળીઓ અને ઘરની આસપાસ છંટકાવ કરાવવામાં આવી રહ્યું છે. સીએમઓ સત્ય પ્રકાશે જણાવ્યું કે દર્દીમાં ઝિકા વાયરસની પુષ્ટિ થઈ છે. દર્દીને ડેંગ્યુ વોર્ડમાં શિફટ કરવામાં આવ્યો છે.

(12:50 pm IST)