મુખ્ય સમાચાર
News of Wednesday, 17th November 2021

પ. બંગાળમાં દેવી-દેવતાની મૂર્તિની તોડફાડ થતા તણાવ

આગામી તહેવારોને લઈને મૂર્તિઓ તૈયાર થઈ રહી હતી : ઉત્તરી ૨૪ પરગણા જિલ્લામાં સ્થિતિ તણાવપૂર્ણ છે પણ નિયંત્રણમાં, એ પછી કોઈ અનિચ્છનિય ઘટના બની નથી

કોલકાતા, તા.૧૭ : પશ્ચિમ બંગાળમાં દેવી દેવતાઓની મૂર્તિઓની તોડફોડના મામલાના પગલે તણાવ ફેલાયો છે.

રાજ્યના ઉત્તરી ૨૪ પરગણા જિલ્લામાં આગામી તહેવારો માટે બનાવાઈ રહેલી મૂર્તિઓને કેટલાક અરાજકતા ફેલાવનારા તત્વોએ તોડી નાંખી હતી.આગામી દિવસોમાં યોજાનારા રાશ ઉત્સવ માટે મૂર્તિઓ તૈયાર કરવામાં આવી રહી હતી. ઘટના બાદ વિસ્તારમાં તણાવ જોવા મળી રહ્યો છે.

દરમિયાન પોલીસને વાતની જાણ થતા સ્થળ પર કુમક ઉતારી દેવામાં આવી હતી.પોલીસનુ કહેવુ છે કે, સ્થાનિક લોકોએ મૂર્તિઓની તોડફોડ થઈ હોવાની જાણકારી આપી હતી. પછી પોલીસે તપાસ શરુ કરી છે.જોકે હજી સુધી ખબર નથી પડી કે મૂર્તિઓની તોડફોડ કરવામાં કોનો હાથ છે.

પોલીસનો દાવો છે કે, સ્થિતિ તણાવપૂર્ણ છે પણ નિયંત્રણમાં છે અને પછી કોઈ અનિચ્છનિય ઘટના બની નથી.

(7:24 pm IST)