મુખ્ય સમાચાર
News of Wednesday, 18th January 2023

ફારૂક અબ્દુલ્લાએ કહ્યુ- આતંકવાદ ત્યાર સુધી રહેશે જ્યા સુધી પાડોશી સાથે વાત નહી થાય

પીએમ મોદીએ પાકિસ્તાન સાથે વાત કરીને બન્ને દેશ વચ્ચેના મુદ્દાને હલ કરવા જોઇએ

નવી દિલ્હી :પાકિસ્તાનના વડાપ્રધાન શહબાજ શરીફના નિવેદનનું જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ સમર્થન કર્યુ છે. ફારૂક અબ્દુલ્લાનું માનવુ છે કે પીએમ મોદીએ પાકિસ્તાન સાથે વાત કરીને બન્ને દેશ વચ્ચેના મુદ્દાને હલ કરવા જોઇએ. ફારૂક અબ્દુલ્લાએ કહ્યુ કે ભારત G20 બેઠકની અધ્યક્ષતા કરવા જઇ રહ્યુ છે, એવામાં તેમણે આશા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાકિસ્તાન સાથે આ મુદ્દા પર ધ્યાન આપશે.

ફારૂક અબ્દુલ્લાએ રૉ પ્રમુખ એ.એસ. દુલતના નવા પુસ્તક “એ લાઇફ ઇન ધ શેડો”ના વિમોચન પર આ ટિપ્પણી કરી હતી. આ પહેલા પાકિસ્તાનના વડાપ્રધાન શહબાજ શરીફે દૂબઇ સ્થિત અલ અરબિયા સાથે એક ઇન્ટરવ્યૂમાં કહ્યુ હતુ કે ભારતે તેમની સાથે કાશ્મીર સહિત તે મુદ્દા પર શાંતિથી બેસીને વાત કરવી જોઇએ, જે બન્ને દેશ વચ્ચે ટકરાવનું કારણ છે.

ફારૂક અબ્દુલ્લાએ ભાર આપતા કહ્યુ, “કાશ્મીરની સમસ્યા ખતમ નહી થાય, આતંકવાદ ત્યાર સુધી રહેશે જ્યાર સુધી આપણે પોતાના પાડોશી સાથે વાત નહી કરીએ અને તેનું સમાધાન નથી શોધતા.” તેમણે એમ પણ કહ્યુ કે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી પણ આ ઇચ્છતા હતા. જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યુ, આજના પીએમ ખુલ્લી રીતે કહે છે કે યુદ્ધ કોઇ પણ વસ્તુનું સમાધાન નથી. યૂક્રેનને જુવો, યૂક્રેનનો વિનાશ. આવો આપણે વિનાશની રેખામાં ના વિચારીયે. આજે જ્યારે આપણે G20નો ભાગ છીએ અને તેનું નેતૃત્વ કરી રહ્યા છીએ, મને આશા છે કે વડાપ્રધાન બન્ને દેશ વચ્ચે વાતચીતનો પ્રયાસ કરશે, આ આગળ વધવાનો એકમાત્ર રસ્તો છે.

 

આ દરમિયાન તેમણે કેન્દ્ર પર ઘાટીમાં બંધારણ સાથે રમવાનો આરોપ લગાવ્યો હતો, તેમણે કહ્યુ, સંસ્થાઓને જુવો, રાજ્યપાલને જુવો, ઉપરાજ્યપાલને જુવો, તે બંધારણ સાથે કેવી રીતે રમે છે. મને આશા છે કે આ સરકાર પોતાનો રસ્તો બદલવાનો પ્રયાસ કરશે અને વોટની જગ્યાએ લોકોને જીતવાનો પ્રયાસ કરશે.”

(6:52 pm IST)