મુખ્ય સમાચાર
News of Thursday, 18th February 2021

ભવ્ય ઘરનું સ્વપ્ન રોળાયું : ઉધઇ લાગવાના કારણે પસ્તીમાં ફેરવાઇ ગયા લાખો રૂપિયા

‘ટ્રંક’ ખોલીને જોયું તો તેના સપનાઓ પર પાણી ફરી ગયુ : મહેનતથી જમા કરેલા રુપિયા કોઇ કામના રહ્યા નહોતા

આન્ધ્ર પ્રદેશના કૃષ્ણા જિલ્લામાં એક વેપારીએ ભવ્ય ઘર બનાવવા માટે ઘણા બધા રૂપિયા જમા કર્યા હતા, પરંતુ હવે આ રૂપિયા પસતીમાં ફેરવાઇ ગયા છે.

કૃષણા જિલ્લાના માઇલવારમમાં બિજલી જમાલય નામનો વેપારી ભૂંડના ખરીદ વેચાણનો ધંધો કરતો હતો. તેનાથી જે પણ કમાણી થતી હતી, તેને તે કોઇ બેંકમાં રાખવાની જગ્યાએ પોતાના જ ઘરમાં એક ટ્રંક (એક પ્રકારની બેગ)માં રાખતો હતો. તેણે રૂપિયા વડે પોતાના માટે એક ભવ્ય ઘર બનાવવાનું સપનું જોયું હતું.

જ્યારે વપારીએ એક દિવસ ‘ટ્રંક’ ખોલીને જોયું, તો તેના સપનાઓ પર પાણી ફરી ગયું, કારણ કે ‘ટ્રંક’માં રાખેલા અંદાજે 5 લાખ રૂપિયા ઉધઇ લાગવાના કારણે પસ્તીમાં ફેરવાઇ ગયા. તે જોયા પછી બિજલી જમાલય નિરાશ થઇ ગયો કારણ કે તેણે મહેનતથી જમા કરેલા રુપિયા કોઇ કામના રહ્યા નહોતા. કારણ કે તમામ નોટો ફાટીને ટૂકડા થઇ ગઇ હતી

ત્યારબાદ વેપારીએ વિચાર્યુ કે આ નોટ તેના કામ તો નથી આવ્યા, તો બાળકો વચ્ચે તેને વહેંચી દઉ, જેથી બાળકો તો તેનાથી રમી શકે. જોકે અહિંયા પર નસીબે તેનો સાથ ના આપ્યો. બાળકોને અસલી નોટોથી રમતા જોઇને કોઇકે પોલીસને તેની માહિતી આપી દીધી

પોલીસ જ્યારે મામલાની તપાસ માટે ઘટનાસ્થળે પહોંચી તો ટ્રંકમાં ભરેલી મોટી સંખ્યામાં ઉધઇ લાગેલી નોટો જોઈને સ્તબ્ધ થઈ ગઇ હતી. પોલીસે વેપારીને દબોચી તેના વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો

(12:00 am IST)