મુખ્ય સમાચાર
News of Thursday, 18th February 2021

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને અપશબ્દો બોલવાનું અમારૂ કામ છે ?

પૂર્વ ટીએમસી નેતા દિનેશ ત્રિવેદીએ ટીએમસી છોડવાનું કારણ જણાવ્યું : રાજ્યસભામાંથી રાજીનામું આપનારા પૂર્વ ટીએમસી નેતા દિનેશ ત્રિવેદીએ પ્રશાંત કિશોર, મમતા બેનર્જી-તેમના ભત્રિજા પર નિશાન સાધ્યું

નવી દિલ્હી, તા. ૧૭ : ગત સપ્તાહે રાજ્યસભામાંથી રાજીનામું આપનારા પૂર્વ ટીએમસી નેતા દિનેશ ત્રિવેદી તૃણમૂલ કોંગ્રેસને છોડવાનું કારણ જણાવ્યું છે. જેમાં તેમણે પ્રશાંત કિશોર અને મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી પર નિશાન સાધ્યું છે.

દિનેશ ત્રિવેદીએ જ્યાં એક બાજુ આરોપ લગાવ્યો કે આજે બંગાળમાં હિંસા અને ભ્રષ્ટાચાર ડાબેરી રાજની સરખામણીએ સો ગણો વધી ગયો છે તો તેમણે એમ પણ કહ્યું કે, ટીએમસીએ તેમના ટ્વીટર એકાઉન્ટને પણ પોતાના કબ્જામાં રાખ્યું હતું અને તેનાથી અપશબ્દોથી ભરેલી ભાષાવાળા ટ્વીટ કરવામાં આવતા હતા.

એક ઈન્ટરવ્યૂમાં તેમણે મમતા બેનર્જીને લઈને પુછવામાં આવેલા સવાલ પર તેમણે જણાવ્યું કે, તેઓ ખુબ અભદ્ર ભાષાનો ઉપયોગ કરે છે જે સંસ્કૃતિને અનુરૂપ નથી. સમય આવી ગયો છે કે આપણે પરિવારવાદની બહાર નિકળવું જોઈએ. માટે ભાજપ અને ડાબેરી પક્ષોના વખાણ કરતા કહ્યું કે, પાર્ટીઓના ટોચના નેતૃત્વમાં કોઈ ભાઈ-ભત્રીજા જોવા નથી મળતા. તેમણે ભાઈ-ભત્રીજાવાદ અસભ્યતાની નિશાની ગણાવી. અભિષેક બેનર્જીની અપમાનજનક ભાષાને લઈને દિનેશ ત્રિવેદીએ તે પણ કહ્યું કે, વડાપ્રધાન ગુજરાતી છે તેથી જરૂરી નથી કે દરેક ગુજરાતીઓ માટે વાંધાજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવે. તેમણે કહ્યું કે, જો હું સંસદમાં ભાષણ બાદ તૃણમૂલ નેતા મમતા બેનર્જીને જણાવતા હતા કે મેં વડાપ્રધાનને અપશબ્દો નથી બોલ્યા, ગૃહમંત્રીને કંઈ નથી કહ્યું, શું અમારૂ કામ છે?

(12:00 am IST)