મુખ્ય સમાચાર
News of Thursday, 18th February 2021

ખાલિસ્તાની કમાન્ડો ફોર્સનું ખેડૂતોને નિશાનનું ષડયંત્ર

ગુપ્તચર એજન્સીઓ દ્વારા કેસીએફ પર નજર : ઇનપુટના આધારે તૈયાર કરવામાં આવેલા આ રિપોર્ટ પ્રમાણે ષડયંત્રકારી બેલ્જિયમ અને બ્રિટનના રહેવાસી

નવી દિલ્હી, તા. ૧૭ : દિલ્હીની સરહદો પર કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂત નેતાઓને નિશાન બનાવવા માટે ખાલિસ્તાન કમાંડો ફોર્સ (કેસીએફ) દ્વારા એક વૈશ્વિક ષડયંત્ર રચવામાં આવ્યું છે. સિક્રેટ એજન્સી રો અને ઇન્ટેલિજેન્સ બ્યુરો દ્વારા આતંકી સંગઠન કેસીએફ પર નજર રાખવામાં આવી રહી છે. થોડા દિવસો પહેલા સિક્રેટ એજન્સીઓ દ્વારા અંગે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

ઇનપુટના આધારે તૈયાર કરવામાં આવેલી રિપોર્ટ પ્રમાણે ષડયંત્રકારી બેલ્જિયમ અને બ્રિટનના રહવાસી છે. જેમણે મળીને દિલ્હીની સરહદ પર ચાલતી ખેડૂત આંદોલનમાં એક ખેડૂત નેતાની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો છે.

કેએફસીની યોજના ખેડૂત નેતાને મારવાની છે જેમણે પંજાબમાંથી કેએફસી કેડરોને ખતમ કરવામાં મદદ કરી છે. ઉલ્લેખનીય છે કે કેએફસી એક આતંકવાદી સંગઠન છે જેના પર ભારતમાં અનેક હત્યાનો આરોપ છે. સંગઠનમાં કેનેડા, અમેરિકા, બ્રિટન, બેલ્જિયમ અને પાકિસ્તાનમાં રહેતા લોકો તેના સભ્યો છે.

એક અધિકારીએ જણાવ્યું કે ખેડૂત નેતાની હત્યાનો પ્લાન હતો. જેના વિશે અમેને વિશ્વસનીય ઇનપુટ મળ્યા હતા. કેસીએફના બેલ્જિયમ અને બ્રિટનમાં રહેતા આતંકીઓએ દિલ્હીની સીમા પર વર્તમાન સમયે વિરોધ કરી રહેલા નેતાની હત્યાનો પ્લાન બનાવ્યો હતો.

(9:31 am IST)