મુખ્ય સમાચાર
News of Thursday, 18th February 2021

મધ્ય પ્રદેશમાં કોરોના વેક્સીન લેનારા 1 લાખથી વધુ લોકોનો એક જ મોબાઇલ નંબર !: તપાસના આદેશ

રસી લગાવનારા 1,37,454 કર્મચારીઓના મોબાઇલ નંબરનો રેકોર્ડ એક જેવો : એડ્રેસ પણ ખોટા

ભોપાલ: કોરોના વાયરસ સામે લડવાના દાવા વચ્ચે મધ્યપ્રદેશમાં રસી લગાવવામાં ગડબડ સામે આવી છે. ટેસ્ટ કરાવનારા હજારો લોકોના એડ્રેસ ખોટા છે. કોરોનાની રસી માટે બનેલા કોવિડ પોર્ટલ પર હેલ્થ અને ફ્રંટલાઇન વર્કસના હજારો નામ એક મોબાઇલ નંબર પર દર્જ છે, જેને કારણે બીજા ડોઝની જાણકારી મળી શકી નથી. આ ઘટનાની જાણ મુખ્યમંત્રીને થતા ચકચાર મચી ગઇ છે.

 આ મામલે તબીબી શિક્ષણ મંત્રી વિશ્વાસ સારંગે જણાવ્યુ કે યાદી અલગ અલગ વિભાગમાંથી આવી હતી, અમે આ ભૂલ પકડી છે. આ હ્યૂમન એરર છે, અમે ખુદ જ ભૂલ પકડી અને તેને યોગ્ય કરી છે. આ ભૂલને કારણે વેક્સીનેશન પ્રોગ્રામ બગડ્યુ નથી. તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે

જાન્યુઆરીમાં દેશની જેમ, મધ્ય પ્રદેશમાં પ્રથમ વેક્સીન લગાવવા માટે વેક્સીનોત્સવ જેવુ આયોજન થઇ ગયુ પરંતુ તે બાદ રસી અભિયાનની 11 ફેબ્રુઆરીએ બનેલી એનએચએમની રિપોર્ટમાં ખબર પડી કે રાજ્યમાં રસી લગાવનારા 1,37,454 કર્મચારીઓના મોબાઇલ નંબરનો રેકોર્ડ એક જેવો જ છે. જેમાં 83598 સ્વાસ્થ્ય કર્મી, શહેરી વહીવટ અને આવાસ વિભાગના 32422, મહેસૂલ વિભાગના 6977, ગૃહ વિભાગના 7338 અને પંચાયતી રાજ વિભાગના 119 કર્મચારીઓના એક જેવા મોબાઇલ નંબર મળ્યા છે, જિલ્લામાં ઇન્દોરમાં 17644, જબલપુરમાં 11703, ભોપાલમાં 8349 મોબાઇલ નંબર એક સમાન મળ્યા છે.

રાજેશ પરમાર સ્વચ્છતા પ્રભારી છે, તેમના ફોન નંબર પર 7 લોકોના નામ છે, તેમણે પ્રથમ ડોઝ લાગી ચુક્યો છે. આ સ્વચ્છતા પ્રભારી છે, તેમના નંબર પર જેમના નામ દર્જ છે તેમણે હવે 17 તારીખે વેક્સીનનો પ્રથમ ડોઝ લાગશે. વસંત આગર નગરપાલિકામાં સેનિટેશ ઇંસ્પેક્ટર છે, તેમના નંબર પર પણ 8 લોકોના નામ છે, તેમનું કહેવુ છે કે કેટલાક સફાઇ કર્મી એવા છે જેમની પાસે મોબાઇલ નહતું, માટે તેમના નામ આગળ વસંતનો જ નંબર લખવામાં આવ્યો છે. હવે તકલીફ તે છે કે જેમનો નંબર દર્જ હતો તેમના મેસેજ આવતા રસી લગાવી લીધી છે પરંતુ બીજા હેલ્થ વર્કર રસી લગાવવા માટે પોતાની રાહ જોઇ રહ્યા છે.

આ મામલે કોંગ્રેસે કહ્યુ કે, આ મોટી બેદરકારી છે, કોંગ્રેસના સીનિયર નેતા અને પૂર્વ કાયદા મંત્રી પીસી શર્માએ કહ્યુ, ‘ટેસ્ટ મામલે, વેક્સીન મામલે ઢીલ ચાલી રહી છે, નામ-એડ્રેસ બધુ નકલી નોટ છે, મધ્ય પ્રદેશમાં એક લાખથી વધુ એક નંબર પર જ નોટ કરાવી દીધા. હું સમજુ છું કે આ રીતની ગંભીર બેદરકારી કોરોનાને લઇને ચાલી રહી છે

(12:00 am IST)