મુખ્ય સમાચાર
News of Thursday, 18th February 2021

IPL -2021 : કાલે મીની હરાજીમાં 61 ખેલાડીઓને ખરીદવા 8 ફ્રેન્ચાઇઝી વચ્ચે જામશે ખરીદી યુદ્ધ : 196 કરોડનો થશે વરસાદ

કોના ખિસ્સામાં કેટલા પૈસા? અત્યાર સુધી કોને કેટલા ઉડાવ્યા?: જાણો રસપ્રદ માહિતી

મુંબઈ : આઇપીએલ ઈન્ડિયન પ્રીમીયર લીગના 14માં સંસ્કરણ એટલે IPL 2021ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ખેલાડીઓની નીલામીનો મંચ તૈયાર થઈ ગયો છે. ચેન્નાઈમાં થનાર નીલામી માટે BCCI તરફથી IPL ફ્રેન્ચાઈઝીઓને દિશાનિર્દેશ પણ આપવામાં આવ્યા છે.

  આઈપીએલ 2021 મીની હરાજી 18 ફેબ્રુઆરીએ યોજાશે.ખેલાડીઓ ખરીદવાની “રમત” બપોરે 3 વાગ્યે શરૂ થશે. 61 ખેલાડીઓ ખરીદવા માટે આઈપીએલની 8 ફ્રેન્ચાઇઝી વચ્ચે ખરીદીનું યુદ્ધ થશે.બધી ટીમો પાસે 196.6 કરોડ રૂપિયા છે, આ પૈસાથી ખેલાડીઓ પર દાવ લગાવવામાં આવશે.હરાજીનું સીધું પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર કરવામાં આવશે.ચેન્નઇમાં ખેલાડીઓની હરાજીનો સ્ટેજ સજ્જ છે.

આઇપીએલ ટીમોમાં મહત્તમ ખેલાડીઓની સંખ્યા 25 હોઈ શકે છે, એટલે કે કોઈ પણ ટીમમાં 25થી વધુ ખેલાડીઓ રાખી શકતી નથી. જ્યારે ઓછામાં ઓછા 18 ખેલાડીઓ પોતાની સાથે રાખવા પડે છે

વિદેશી ખેલાડીઓની મહત્તમ સંખ્યા પણ નક્કી કરવામાં આવી છે. કોઈપણ ટીમ વધારેમાં વધારે આઠ ખેલાડીઓ પોતાની ટીમમાં રાખી શકે છે અને પ્લેઈંગ ઈલેવનમાં 4 વિદેશી ખેલાડીઓને રમાડી શકે છે.

RTM એટલે ટાઈટ ટૂ મેચ કાર્ડ દ્વારા ટીમ પોતાના ખેલાડીઓને ફરીથી પરત લઈ શકે છે, પરંતુ તેના માટે તેને ખેલાડીઓ પર લાગેલી સૌથી મોટી બોલી બરાબર રકમ ચૂકાવવી પડે છે. કોઈપણ ફ્રેન્ચાઈઝી મહત્તમ પાંચ ખેલાડીઓને રિટેન એટલે પરત ટીમમાં સામેલ કરી શકે છે.

પાછલી સિઝનની જેમ જ આ વખતે પણ ટીમોનું બજેટ 85 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. એટલે ટીમોના બજેટમાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી.

BCCIના નિયમો હેઠળ બધી જ ટીમોને પોતાના કુલ બજેટમાંથી 75 ટકા રાશિ ખર્ચ કરવી અનિવાર્ય છે.

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) : ચેન્નાઈની ટીમમાં આ સમયે 19 ખેલાડીઓ છે, જેમાંથી સાત વિદેશી ખેલાડી છે. CSK પાસે 6 ખેલાડીઓનો સ્લોટ ઉપલબ્ધ છે, આ ટીમ પાસે એક વિદેશી પ્લેયર પણ ખરીદવાનો વિકલ્પ ખુલ્લો છે.

દિલ્હી કેપિટલ્સ (DC) : દિલ્હીની ટીમમાં આ સમયે 17 ખેલાડી છે, જેમાંથી પાંચ ઓવરસીઝ પ્લેયર્સ છે. દિલ્હી કેપિટલ્સની ટીમ પાસે કુલ 8 ખેલાડીઓ ખરીદવાનો સ્લોટ ઉપલબ્ધ છે, દિલ્હીની ટીમ 3 વિદેશી ખેલાડીઓને પણ પોતાના બેડામાં સામેલ કરી શકે છે.

કિંગ્સ ઈલેવન પંજાબ (KXIP) : પંજાબની ટીમમાં આ સમયે 16 ખેલાડી છે. ટીમમાં અનેક વિદેશી ખેલાડીઓને બહાર કરી દીધા છે, જેમાંથી હાલમાં તેના પાસે માત્ર 3 વિદેશી ખેલાડી છે. KXIP પાસે 9 ખેલાડીઓના સ્લોટ ઉપલબ્ધ છે, પંજાબ પાસે પાંચ વિદેશી પ્લેયર ખરીદવાનો વિકલ્પ પણ છે.

કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) : કોલકાતાના બેડામાં 6 વિદેશી ખેલાડીઓ સાથે કુલ 17 ખેલાડી છે. કેકેઆર પાસે 2 વિદેશી ખેલાડીઓ સહિત આઠ ખેલાડીઓ ખરીદવાનો સ્લોટ ઉપલબ્ધ છે.

મુંબઈ ઈન્ડિયન્સ (MI) : મુંબઈ ઈન્ડિયન્સ પાસે હાલમાં 4 વિદેશી સાથે 18 ખેલાડી છે. ટીમ પાસે 4 વિદેશી પ્લેયર સાતે કુલ 7 ખેલાડીઓ પર દાવ લગાવવાની તક છે.

રાજસ્થાન રોયલ્સ (RR) : રાજસ્થાનની ટીમમાં હાલના સમયમાં 16 ખેલાડી (પાંચ વિદેશી ખેલાડીઓને સાથે) છે. આ વખતની IPL નીલામીમાં ટીમ પાસે કુલ નવ ખેલાડીઓનો સ્લોટ ઉપલબ્ધ છે. જેમાંથી 3 વિદેશી ખેલાડીઓને પણ ખરીદી શકે છે.

રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ (RCB) : બેંગ્લૂરૂ પાસે હાલના સમયમાં સૌથી ઓછા ખેલાડી છે. ટીમ પાસે પાંચ વિદેશી પ્લેયર સાથે કુલ 14 ખેલાડી છે. IPL 2021 મિની ઓક્શન દરમિયાન RCB પાસે 11 ખેલાડીઓનો સ્લોટ ઉપલબ્ધ છે, જેમાંથી 3 વિદેશી પ્લેયરોનો સ્થાન પણ ખાલી છે.

સનરાઈઝર્સ હૈદરાબાદ(SRH) : હૈદરાબાદ પાસે સૌથી વધારે 22 પ્લેયર હાલમાં છે, જેમાંથી 7 વિદેશી ખેલાડી છે. SRH માટે આ વખતની બોલીમાં માત્ર 3 સ્લોટ ઉપલબ્ધ છે, જેમાંથી એખ વિદેશી ખેલાડીનું સ્લોટ ખાલી છે.

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK): હાલમાં ચેન્નાઈના પોકેટમાં 19.9 કરોડ રૂપિયા ઉપલબ્ધ છે, સીએસકે ખેલાડીઓ પર 65.1 કરોડ રૂપિયા ખર્ચ કરી ચૂકી છે.

દિલ્હી કેપિટલ્સ (DC): હાલમાં દિલ્હીના પાકીટમાં 13.4 કરોડ રૂપિયા ઉપલબ્ધ છે, ડીસીએ ખેલાડીઓ પર 71.6 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે.

કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP): હાલમાં પંજાબનું ખિસ્સું સૌથી ભારે છે. ટીમના પર્સમાં 53.2 કરોડ ઉપલબ્ધ છે, પંજાબે ખેલાડીઓ પર 31.8 કરોડ ખર્ચ કર્યા છે.

કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR): હાલમાં કોલકાતાના પર્સમાં રૂપિયા 10.75 કરોડ ઉપલબ્ધ છે, કેકેઆરએ ખેલાડીઓ પર 74 74.૨5 કરોડ ખર્ચ કર્યા છે.

મુંબઈ ઈન્ડિયન્સ (એમઆઈ): મુંબઈના ખિસ્સામાં હાલમાં 15.35 કરોડ રૂપિયા છે, એમઆઇએ ખેલાડીઓ પર 69.65 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે.

રાજસ્થાન રોયલ્સ (આરઆર): રાજસ્થાનના વોલેટમાં પણ સારીએવી રકમ છે. ટીમ પાસે 37.85 કરોડ રૂપિયા છે. 47.15 કરોડનો ખર્ચ આરઆર ખેલાડીઓ પર કરવામાં આવ્યો છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી): પંજાબ અને રાજસ્થાન બાદ બેંગલુરુના પર્સમાં સૌથી વધુ પૈસા છે. ટીમ પાસે 35.4 કરોડ રૂપિયા છે. આરસીબીએ ખેલાડીઓ પર 49.6 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે.

સનરાજર્સ હૈદરાબાદ (એસઆરએચ): હૈદરાબાદ અને કોલકાતાની સ્થિતિ એક જેવી છે. SRH પાસે પણ 10.75 કરોડ રૂપિયા છે. આ ટીમ પણ ખેલાડીઓ પર 74.25 કરોડ રૂપિયા ખર્ચ ચૂકી છે.

(12:00 am IST)