મુખ્ય સમાચાર
News of Thursday, 18th February 2021

રાકેશ ટિકૈતનો કટાક્ષ : કહ્યું - જે વિભાગમાં 18 મંત્રી હોય તેની હાલત આવી જ થવાની છે

ખેડૂત અને ખેતી બંનેને બચાવવા માટે કૃષિ સાથે જોડાયેલા 18 વિભાગોને જોડવા જરૂરી

નવી દિલ્હી : ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કૃષિ વિભાગ પર તંજ કસતા કહ્યું કે, જે વિભાગમાં 18 મંત્રી હશે, તેની હાલત આવી જ થવાની છે. ટિકૈતે કહ્યં કે, ખેડૂત અને ખેતી બંનેને બચાવવા માટે કૃષિ સાથે જોડાયેલા 18 વિભાગોને જોડવા જરૂરી છે. આનાથી ખેડૂતોને લાભ થશે. સરકારને ખેતી સાથે જોડાયેલા અલગ-અલગ વિભાગોને એક જગ્યાએ જોડીને એગ્રીકલ્ચર કેબિનેટ બનાવવું જોઈએ.

ખેડૂત આંદોલનને ત્રણ મહિના થવાની તૈયારી છે, પરંતુ હજું સુધી સરકાર તેમની માંગોને મહત્વ આપી રહી નથી. સરકાર સાથે ખેડૂતોની 11 રાઉન્ડની વાતચીત થઈ ચૂકી છે. ટિકૈતે કહ્યું કે, કૃષિ કાયદાઓથી ખેડૂત અને ખેતી કોઈનો પણ ફાયદો થવાનો નથી. આવનાર સમય ભૂખના હિસાબથી પાકની કિંમત નક્કી કરનાર હશે. સરકારના ત્રણ કૃષિ કાયદાઓ લાગું થશે તો ભૂખ પર વ્યાપાર થશે. તેમનું કહેવું હતું કે, લડાઈને તોડવા અને કમજોર પાડવા માટે ખેડૂતોને હરિયાણા, પંજાબ અને યૂપી અને જાતિના ભેદ પર વહેંચવાની કોશિશ કરવામાં આવશે પરંતુ બધા ખેડૂત એકસાથે છે.

 અત્રે ઉલ્લેખનિય છે કે, ખેડૂતોની સરકાર સાથે 11 રાઉન્ડની વાતચીત થઈ ચૂકી છે. રસ્તાઓથી લઈને સંસદ સુધી ગરમા-ગરમ ચર્ચાઓ પછી પણ સહમતિ બની સકી નથી, તો ખેડૂતોએ હવે આંદોલનની દિશા બંગાળ તરફ વાળી લીધી છે. બંગાળ ચલોનું આહ્વાન મહાપંચાયતના મંચ પરથી કરવામાં આવી રહ્યો છે. આંદોલનકારી ખેડૂતોએ તેમનું સમર્થન ના કરનારાઓ વિરૂદ્ધ વોટ કરવાની અપીલ કરી છે. ટિકૈતે કહ્યું કે, બંગાળમાં ખેડૂત પંચાયતો કરશે. જ્યારે અન્ય એક ખેડૂત નેતા ગુરનામ સિંહ ચઢૂનીએ કહ્યું કે, જ્યારે બીજેપી હારશે ત્યારે તો આંદોલન જીતશે.

(12:00 am IST)