મુખ્ય સમાચાર
News of Thursday, 18th February 2021

બંગાળમાં હિંસક વાતાવરણ : પ્રધાન ઉપર બોંબ-એટેક

કોંગ્રેસ અને ભાજપે આ હુમલા પાછળ તૃણમૂલ કોંગ્રેસનો આંતરિક ઝઘડો જવાબદાર ગણાવ્યો : તાહિર હુસૈનને બેહદ ઇમાનદાર નેતા ગણાવ્યા

કોલકત્તા તા. ૧૮ : પશ્ચિમ બંગાળમાં જેમ જેમ વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજનીતિનો ખૂની ખેલ શરૂ થઇ ગયો છે. હવે બંગાળની મમતા સરકારમાં મંત્રી ઝાકિર હુસૈન પર મુર્શિદાબાદ જિલ્લામાં ક્રૂડ બોમ્બથી હુમલો કરવામાં આવ્યો છે. ત્યારબાદ, આનન-ફાનનમાં તેમને જંગીપુર સબડિવિઝન હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

મંત્રી ઝાકિર હુસૈનનો કાફલો નિમિતા રેલવે સ્ટેશન તરફ જઈ રહ્યો હતો તે સમયે તેમના કાફલા પર પેટ્રોલ બોમ્બ ફેંકીને હુમલો કરવામાં આવ્યો હતો. ઝાકિર હુસૈનને કોલકાતા માટે રાવણ થવાનું હતું. આ ઘટના જે સ્થળે બની તે સુતી પોલીસ સ્ટેશન અંતર્ગત આવે છે.

મળતી માહિતી મુજબ, મંત્રી ઝાકિર હુસૈનને હાલ કોલકાતા લાવવામાં આવી રહ્યા છે. મુર્શિદાબાદ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ડોકટર એકે બૈરાનું કહેવું છે કે હાલ મંત્રીની તબિયત સ્થિર છે. આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે જેમાં ગંભીર રીતે ઘાયલ મંત્રીની સ્થિતિ જોઈ શકાય છે. વિડીયોમાં મંત્રીને આનન ફાનન હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે.

(10:16 am IST)