મુખ્ય સમાચાર
News of Thursday, 18th February 2021

અચ્છેદિનની આગેકૂચ યથાવત: સતત 10મા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો :પેટ્રોલ લિટરે 34 પૈસા અને ડીઝલ 32 પૈસા મોંઘુ

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં તેજી જોવા મળી રહી છે. લંડન એક્સપ્રેસમાં બ્રેંટ ક્રૂડનો ભાવ 64 ડૉલર પ્રતિ બેરલને પાર કરી ગયો છે. બીજી તરફ સ્થાનિક બજારોમાં આજે સતત 10મા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આગ લાગેલી જોવા મળી રહી છે. ગુરુવારે દિલ્હીમાં પેટ્રોલ 34 પૈસા પ્રતિ લીટર વધીને 89.88 રૂપિયા પર આવી ગયું. ડીઝલ પણ 32 પૈસાના છલાંગ સાથે 80.27 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું. હાલમાં લગભગ દરેક શહેરમાં બંને ઇંધણોના ભાવ ઓલ ટાઇમ હાઇ પર ચાલી રહ્યા છે

વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યાથી જ નવા દર લાગું થઈ જાય છે.

પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે. ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે

(11:19 am IST)