મુખ્ય સમાચાર
News of Thursday, 18th February 2021

બંગાળના રાજકારણમાં ગરમાવો : અમિતભાઇ મમતાના સભા સ્થળથી થોડે દૂર જ લોકોને સંબોધશે

કોલકત્ત્।ા,તા.૧૮: આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને પ. બંગાળની સીએમ મમતા બેનર્જી દક્ષિણ ૨૪ પરગના જિલ્લામાં શાહ અને દીદી થોડા અંતર પર અલગ અલગ સ્વતંત્ર રેલીઓને સંબોધિત કરશે.

પ. બંગાળમાં થનારી ચૂંટણી માટે પહેલી વાર બેનર્જી અને શાહ એક જ જિલ્લામાં લગભગ એક જ સમયે રેલીઓને સંબોધિત કરશે. શાહ ગુરુવારે એટલે કે આજથી શરૂ થનારા બે દિવસીય પ્રવાસ માટે ગત રાતે બંગાળ પહોંચી ગયા છે.

શાહ દક્ષિણ ૨૪ પરગના જિલ્લામાં સાગર દ્વીપની પાસે કાકદ્વીપ ક્ષેત્રનો પ્રવાસ કરવાનો કાર્યક્રમ છે. જયાં તે રાજયમાં ભાજપના ૫ ચરણોની રથયાત્રાના અંતિમ ચરણને લીલી ઝંડી બતાવી રવાના કરશે.

અમિતભાઇ ગુરૂવારે કપિલ મુનિ આશ્રમ જશે. ત્યાંથી તે નામખાના જશે. જયાં તે પરિવર્તન પ્રવાસને સંબોધિત કરશે. આ દરમિયાન બેનર્જી અને તેમના ભત્રીજા અને પાર્ટીના સ્થાનીય સાંસદ અભિષેક બેનર્જી ગુરુવારે દક્ષિણ ૨૪ પરગનાના પેલનમાં પાર્ટી કાર્યક્રમને સંબોધિત કરવાના છે. દક્ષિણ ૨૪ પરગના ટીએમસીના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે ગુરુવાર રાજનીતિક રુપથી મહત્વપૂર્ણ દિવસ હશે. શાહ અને દીદી બન્ને એક જ જિલ્લામાં રેલીને સંબોધિત કરશે.દશકોથી રાજનીતિક રુપથી ધ્રુવીકૃત બંગાળમાં મર્યાદિત ઉપસ્થિતિ હોવા છતાં ભાજપ ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં રાજયની ૪૨ લોકસભા સીટોમાં ૧૮ પર જીત મેળવી સત્ત્।ારુઢ તૃણમુલ કોંગ્રેસની મુખ્ય પ્રતિદ્વંદી બનીને ઉભરી છે. જે ટીએમસીની સંખ્યા ૨૨થી માત્ર ૪ જેટલી ઓછી છે.

(3:15 pm IST)