મુખ્ય સમાચાર
News of Thursday, 18th February 2021

અમેરિકાની સિટી બેંકે ધીરાણદારોના ખાતામાં ૩૬૫૦ કરોડ મોકલી દીધાઃ કોર્ટે કહ્યુ હવે પાછા નહીં મળે

બેન્કિંગ ઇતિહાસની સૌથી મોટી ભૂલ

ન્યૂયોર્ક,તા.૧૮: કોસ્મેટિક કંપની રેવલોનના ધીરાણદારને સિટી બેંકને ૫૮ કરોડ રુપિયા વ્યાજ પેટે આપવાના હતા. પરંતુ ભૂલથી બેંક તરફથી ધીરાણદારોના ખાતામાં ૧૦ ગણાથી વધારે ૬૫૫૪ કરોડ રુપિયા નાંખી દીધા. આ લેણદેણ ગત ઓગસ્ટમાં થઈ હતી. ઉલ્લેખનીય છે કે આ મામલામાં અમેરિકાની એક કોર્ટે ચુકાદો સંભળાવતા કહ્યું કે હવે શેષ રકમ વસૂલી નહીં શકાય.

કેટલાક ધીરાણદારોએ તો બેંકને પૈસા પાછા આપી પણ દીધા. જયારે ૧૦ ધીરાણદાતાઓ પાસેથી ૩૬૫૦ કરોડ રુપિયા (લગભગ ૫૦ કરોડ ડોલર) પાછા ન આવ્યા તો અમેરિકન બેંકે કોર્ટનો દરવાજો ખખડાવ્યો. જયાં તેમને નિરાશા હાથ લાગી છે. સિટીબેંક રેવલોન અને તેમના ધીરાણદાતાઓની વચ્ચે એજન્ટની ભૂમિકા ભજવી રહી હતી.

અમેરિકન જિલ્લા જજે કહ્યું કે કોર્પોરેટ કલાઈન્ટ સાથે જોડાયેલો છે અનોખો મામલો. કાયદો હકિકતમાં તે લોકોને સજા આપે છે જે પોતાના ખાતામાં જમા રકમને અયોગ્ય રીતે ખર્ચે છે. જજે કહ્યું કે ડિજિટલ સમયમાં આ પ્રકારની ભૂલ સામાન્ય વાત છે અને આને તાત્કાલીક સુધારી શકાય છે. પેન્સિલવેનિયામાં એક દંપત્ત્।ીને ભૂલથી ખાતામાં આવેલી રકમને ખર્ચ કરવા પર સજા પણ સંભળાવાઈ છે.

જજે કહ્યું કે સિટીબેંકથી આ લેવડદેવડ ભૂલથી થઈ છે તો બેંકે તાત્કાલીક આના માટે કેમ પગલા ન ભર્યા. જયારે પૂરા એક દિવસ બાદ બેંક આ મામલામાં કાર્યવાહી પ્રક્રિયા શરુ કરી અને નોટિસ જારી કરવાનું શરુ કર્યુ. ત્યારે બેંકના કેટલાક કર્મચારીઓની વચ્ચે મોબાઈલ પર થયેલી વાતચીતને આધાર બનાવીને કહ્યું કે આને જોઈને લાગે છે કે આ ભૂલ ઈરાદાપૂર્વકની હતી. ભૂલની જાણકારી પર કર્મચારીઓ એક બીજાની મજાક બનાવી રહ્ય હતા. બેંકે કોઈ પગલા નથી ભર્યા.

ભારતની એક મુખ્ય સરકારી બેંકથી પણ આ પ્રકારની ભૂલ થઈ હતી. જેમાં બેંકે ભૂલથી અનેક ખાતામાં વ્યાજની ચૂકવણી કરી દીધી હતી. પરંતુ આ મામલામાં તાત્કાલીક માનક સંચાલન પ્રક્રિયા શરુ કરવામાં આવી છે અને લેવડ દેવડને રદ્દ કરી દેવામાં આવી હતી. સમગ્ર રકમ બેંકની પાસે પાછી આવી ગઈ હતી અને કોઈ નુકસાન થયું નહોંતુ.

(3:16 pm IST)