મુખ્ય સમાચાર
News of Thursday, 18th February 2021

આસામરામ બાપુ કહે છે હાર્ટમાં દુઃખાવો ચાલુ છે : ડોકટર કહે છે રિપોર્ટમાં કોઈ બિમારી દર્શાતી નથી!

દિલ્હી એઇમ્સમાં એન્જીયોપ્લાસ્ટી દરમિયાન ૩ બ્લોક આવ્યાનું અને બાયપાસ માટે સલાહ અપાયાનું રટણ

જોધપુર (રાજસ્થાન) : છાતીમાં દુઃખાવાની ફરીયાદ સાથે મંગળવારે રાત્રે એમ.ડી.એમ. હોસ્પિટલમાં દાખલ થયેલ આસામરામ બાપુની તબિયત હાલમાં સારી હોવાનું જણાવાયુ છે પરંતુ આસારામ બાપુ પોતે છાતીમાં સતત પીડા થતી હોવાનું જણાવે છે. હોસ્પિટલ બહાર મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા છે. તેમના ગુરૂકુળમાં સગીર બાળા ઉપર બળાત્કાર અંગે ૨૦૧૮થી આજીવન કેદની સજા ભોગવી રહેલા ૮૧ વર્ષના આસારામબાપુ હાલમાં તો હોસ્પિટલમાં દાખલ છે. તેમના પ્રશંસકો એકત્ર થઈ ગયા હોય મોટી સંખ્યામાં બંદોબસ્ત રખાયો છે. કાર્ડીયોલોજીસ્ટ ડો.સંજીવ સંઘવીએ ગઈકાલે કહેલ કે આસારામ હજુ પણ પોતાને દર્દ થઈ રહ્યાનું જણાવે છે. આ કારણે રાત્રે જ ઈમરજન્સીમાં સી.સી.યુ.માં લાવવામાં આવેલ. આસારામ બાપુ સતત કહે છે કે દિલ્હી એઈમ્સમાં એન્જીયોપ્લાસ્ટી કરી ૩ બ્લોક આવ્યાનું કહેલ બાયપાસ માટે સલાહ અપાયેલ. પણ ડોકટરો સમક્ષ આવી કોઈ હિસ્ટ્રી રજૂ કરાઈ નથી. તેમને હોસ્પિટલનું જ ખાવાનું અપાય છે. ડો.સંઘવી ઉપરાંત ડો.રોહિત માથુર અને ડો.પવન સારડાએ પણ તેમને તપાસ્યા હતા.

(3:18 pm IST)