મુખ્ય સમાચાર
News of Thursday, 18th February 2021

પ્રિન્સેસ લતીફાનું છલકી આવ્યું હૃદય, 'બંધકમાંથી આઝાદ થવા માંગુ છું'

આંખ ખોલી તો જોયું દુબઈમાં છું : પ્રિન્સેસ લતીફા

નવી દિલ્હી : હું બસ આઝાદ થવા માંગું છું. તે શબ્દ દુબઈની શહજાદી શેખ લતિફાના છે. લતીફાના પિતા શેખ મુહમ્મદ બિન રશીદ અલ-મકતુમ સંયુકત અરબ અમીરાતના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી છે. મીડિયામાં શહજાદી લતીફાની કેટલીક વિડિઓ કિલપ સામે આવી છે. આમાં લતીફા ને તેની જિંદગીની ચિંતા છે. લતીફએ આરોપ લગાવ્યો છે કે તેને જબરદસ્તીથી બંદક બનાવીને રાખી છે.

દુબઇના શાસક મોહમ્મદ બિન રશીદ અલ મખ્તુમ (શેખ મોહમ્મદ બિન રશીદ અલ મકતુમ) ની દીકરી પ્રિસન્સ શેખ લતીફાએ તાજેતરમાં ચર્ચામાં આવી રહી છે. ખરેખરમાં તેમણે એક વિડીયો શેર કરીને જણાવ્યું હતું કે તેણીને તેના પિતાએ કેદ કરી નાખી છે. રાજકુમારી લતીફે પહેલીવાર જણાવ્યું હતું  કે કેવી રીતે ભારતીય સુરક્ષા બળોએ તેને ત્રણ વર્ષ પહેલા ભારતના તટ પરથી એક હોડીમાંથી પકડી પાડવામાં આવી હતી. રાજકુમારીએ જણાવ્યું હતું કે હું જોર જોરથી રાડો પાડી રહી હતી અને શરણની માંગ કરી રહી હતી.પરંતુ સુરક્ષા બળોએ તેમણે પ્રાઇવેટ જેટમાં બેસાડીને દુબઈ છોડી હતી.૨૦૧૮માં લતીફા ભાગી ગઈ હતી ત્યારે ભારતીય તટ પર તેને ૮ દિવસ પછી પકડી લીધી હતી અને ફરીથી બીજીવાર તેને કેદ કરી નાખી હતી.

લતીફાની દુબઇ મોકલ્યા પછી સામે આવેલાપહેલા વિડીયોમાં તેણે સુરક્ષાબળો દ્વારા પકડાઈ ગઈ હતી તેની વાત કરી હતી.૩૫ વર્ષીય રાજકુમારીએ જણાવ્યું હતું કે,૪ માર્ચ ૨૦૧૮ લગભગ ૧૨ થી ૧૫ ભારતીય કમાન્ડો અને બે એમિરાતી સાર્જન્ટ તેની બોટ પાસે આવ્યા હતા. તેમાંથી એકે તેને ચક્કરનું ઇન્જેકશન આપ્યું. આ પછી તેને પકડીને દુબઈ મોકલવામાં આવી હતી. જોકે, ભારત સરકારે આ મુદ્દે ક્યારેય કોઈ ટિપ્પણી કરી નથી. બુધવારે સંયુકત રાષ્ટ્રએ કહ્યું કે, તે આ મુદ્દે સંયુકત આરબ અમીરાત (યુએઈ) સાથે વાત કરશે.

દુબઈએ આ મામલા અંગે કોઈ પણ -કારની પ્રતિક્રિયા આપી નથી.માર્ચ ૨૦૧૮ પછી લતીફાને સાર્વજનિક તૌર પર હજી સુધી જોવા મળી નથી તેવું જણાવવામાં આવ્યું છે.

વિલાને બનાવી દીધી જેલ

વિડીયોમાં લતીફા એક ખૂણામાં દુર્બળ જોવા મળી રહી હતી.તેને જણાવ્યું કે તે બાથરૂમમાં છે.આ વિલાને જેલ બનાવીને રાખી દીધી છે અને હું અહિયાં બંધક છું. મારા ઘરની અંદર ૨ અને બહાર ૫ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. બીજા વિડીયોમાં લતીફા જણાવે છે કે મારી હાલત દરરોજ ખરાબ થઇ રહી છે.હું આ વિલામાં બંધક બનીને રહેવા નથી માંગતી.

(3:56 pm IST)