મુખ્ય સમાચાર
News of Thursday, 18th February 2021

રોજ એક ઇંડુ ખાવાથી મોતનો ખતરો 7 ટકા સુધી વધી જાયઃ આખા ઇંડાની જગ્‍યાએ માત્ર સફેદ ભાગનું સેવન કરવુ હિતાવહ

અમદાવાદઃ સમગ્ર ઈંડુ ખાવાથી મોતનો ખતરોઃ PLOS MEDICINE નામના જર્નલમાં પ્રકાશિત એક નવી સ્ટડીમાં એ વાત સામે આવી છે કે જો કોઈ વ્યક્તિ દરરોજ આખા ઈંડાનું સેવન કરે છે, જેમાં કોલેસ્ટ્રોલથી ભરપુર એક યોક સામેલ હોય છે, તો એ વ્યક્તિમાં અનેક કારણોથી મોતનો ખતરો વધી જાય છે. આ કારણોમાં હૃદય રોગ અને કેંસર જેવી ગંભીર બીમારી સામેલ છે.

રોજ ઈંડુ ખાવાથી મોતનો ખતરો 7 ટકા વધી જાય છે

આ પહેલા ધ અમેરિકન જર્નલ ઓફ ક્લિનિકલ ન્યૂટ્રીશન અને બ્રિટિશ મેડિકલ જર્નલમાં 2 સ્ટડીઝ પ્રકાશિત થઈ હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે રોજ એક ઈંડુ ખાવાથી કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ એટલે કે હૃદય સંબંધિત બીમારીનો ખતરો નથી વધતો. પરંતુ નવી સ્ટડીમાં 5 લાખથી વધુ લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. જેમાં રોજ એક ઈંડુ ખાવાથી મોતનો ખતરો 7 ટકા સુધી વધી જાય છે. સ્ટડીના પરિણામ દર્શાવે છે કે જે પ્રતિભાગીયોએ માત્ર એગ વ્હાઈટ એટલે કે ઈંડાનું સબ્સ્ટિટ્યુટનું સેવન કર્યું, તેમનામાં કેંસર, સ્ટ્રોક અને હૃદય રોગ જેવી બીમારીઓથી મોતનો ખતરો ઓછો હતો.

આખા ઈંડાના સ્થાને એગ વ્હાઈટ ખાવા આગ્રહ

સ્ટડીમાં સામેલ અનુસંધાનકર્તાઓની વાત માનીયે તો ઈંડાના સેવનને કારણે મોતથી વધુ ખતરો હોવાનો સંબંધ કોલેસ્ટ્રોલના સેવનને કારણે હતો. તેવામાં તેમણે ઉપચાર આપ્યો કે કોલેસ્ટ્રોલના સેવનને સીમિત કરવામાં આવે અને આખા ઈંડાની જગ્યાએ માત્ર સફેદ ભાગનું સેવન કરવામાં આવે. અથવા પ્રોટીનના સોર્સની રીતે ઈંડાના સ્થાને અન્ય વિકલ્પ નક્કી કરી તેનું સેવન કરવું જોઈએ.

(4:46 pm IST)