મુખ્ય સમાચાર
News of Thursday, 18th February 2021

કોરોના બાદ દેશમાં પહેલી વાર દોડશે 35 નવી અનરિઝર્વ્ડ ટ્રેન : ગુજરાત માટે એક પણ ટ્રેન નથી

યાત્રીઓને રેલવે સ્ટેશન પરથી વિન્ડો ટિકિટ લઇ મુસાફરી કરવાની સુવિધા

નવી દિલ્હી : કોરોના બાદ દેશમાં પહેલી વાર સંપૂર્ણ અનરુઝર્વ્ડ ટ્રેનો  દોડશે. રેલવેએ 22 ફેબ્રુઆરીથી આવી 35 લોકલ ટ્રેનોને બિનઆરક્ષિત મેલ/ એક્સપ્રે સ્પેશિયલ ટ્રેન તરીકે શરુ કરવાનો નિર્ણય લીધો છે. જો કે તેમાં ડાયરેક્ટ ગુજરાત માટે એક પણ ટ્રેન નથી. તેમાં યાત્રીઓને રેલવે સ્ટેશન પરથી વિન્ડો ટિકિટ લઇ મુસાફરી કરવાની સુવિધા રહેશે. અગાઉ ચાલી રહેલી તમામ ટ્રેન સંપૂર્ણ રિઝર્વ્ડ છે

કોરોનાને કારણે રેલવેએ ગત વર્ષે ટ્રેનોનું સંચાલન બંધ કરી દીધું હતું. પરંતુ પછી ધીમે-ધીમે ટ્રેનો શરુ કરી હતી. પરંતુ અત્યારે કોવિડ સ્પેશિયલ ટ્રેનો જ ચાલે છે. જેમાં મુંબઇના પશ્ચિમ રેલવે રુટ પર 704 લોકલ ટ્રેન અને સેન્ટ્રલ રુટ પર 706 ટ્રેન દોડાવાઇ રહી છે.

દરમિયાનમાં રેલવેએ 15 ફેબ્રુઆરીથી અમદાવાદ-મુંબઇ અને નવી દિલ્હી-લખનઉ વચ્ચેની તેજસ ટ્રેનો (35 news Train)પુનઃ શરુ કરી દીધી. IRCTC સંચાલિત દેશની પ્રથમ ખાનગી ટ્રેનની ટિકિટ વેબસાઇટ ઉપરાંત રેલવે સ્ટેશન પર પણ મળી રહે છે. અગાઉ નવી દિલ્હી-લખનઉ વચ્ચેની તેજસ 23 નવેમ્બરે અને મુંબઇ-અમદાવાદ તેજસને 24 નવેમ્બરે બંધ કરી દેવાઇ હતી. ત્યારે પેસેન્જર્સ નહીં મળતા હોવની દલીલ કરાઇ હતી.

(7:17 pm IST)