મુખ્ય સમાચાર
News of Thursday, 18th February 2021

જેલમાં જન્મેલા બાળકને મળી શબનમ ભાંગી પડી

પરિવારના ૭ને મોતને ઘાટ ઊતારનારનો પસ્તાવો : બાળકને એક દંપત્તીએ દત્તક લીધું છે અને છઠ્ઠામાં અભ્યાસ કરે છે, શબનમે તેને સારો માણસ બનવાની સલાહ આપી

મથુરા, તા. ૧૮ : પ્રેમી સાથે મળીને પોતાના પરિવારના સભ્યોની ધાતકી હત્યા કરનારી શબનમની હેવાનીયત છતાં બુલંદશહેરના એક દંપતીએ માણસાઈ દર્શાવીને માસૂમને અપનાવી લીધો છે, જેને કોઈ દત્તક તો શું જોવા પણ નહોતું માગતું. જેલમાં જન્મેલા શબનમના દીકરાનો ઉછેર કરી રહ્યા છે. બાળક છઠ્ઠા ધોરણમાં ભણે છે. બાળક તેને દત્તક લેનારા દંપતીને નાની મમ્મી-પપ્પા કહે છે. પોતે જે પગલું ભર્યું તેનો પડછાયો દીકરા પર ના પડે તે માટે શબનમ રડતા-રડતા પોતાના દીકરાને સમજાવી રહી હતી અને તેને સારો માણસ બનવાની સલાહ આપી હતી.

કોર્ટે ફાંસીની સજા સંભળાવી તે શબનમે ૧૩ ડિસેમ્બર ૨૦૧૮એ મુરાદાબાદની જેલમાં એક બાળકને જન્મ આપ્યો હતો. જેને બુલંદશહેરના દંપતીએ દત્તક લીધો છે. ઘટના અંગે અખબારી રિપોર્ટ મુજબ બાળકને દત્તક લેનાર દપતી તેને રામપુર જેલમાં બંધ શબનમને મળાવવા માટે લઈ ગયા હતા. જ્યારે માએ દીકરાને જોયો તો ધ્રૂસકે-ધ્રૂસકે રડવા લાગી હતી અને લાંબા સમય સુધી શબનમ દીકરાને ભેટેલી રહી હતી. તે પોતાના દીકરાને વારંવાર કહેતી હતી કે ભણીગણીને સારો માણસ બનજે. હું ખરાબ મા છું, મને ક્યારેય યાદ ના કરતો.

દંપતીના જણાવ્યા પ્રમાણે લગભગ તેને મૃત્યુની ખબર પડી ગઈ છે. જેલમાંથી પરત ફરતી વખતે બાળકે પૂછ્યું કે, પપ્પા, મોટી મમ્મી શા માટે રહી રહી હતી. મને વારંવાર કે ચુમી રહી હતી. એવું શા માટે કહી રહી હતી કે ભણી-ગઈને સારો માણસ બનજે. દંપતી કહે છે તારીખ નક્કી થયા પછી તેઓ બાળકને તેની માતાને અંતિમ વખત મળાવવા માટે જરુર લઈ જશે. શબનમના દીકરો વર્ષ મહિના અને ૨૧ દિવસ મા સાથે જેલમાં રહ્યો હતો. બાળ કલ્યાણ સમિતિએ બાળકની સારા ઉછેરને લઈને ૩૦ જુલાઈ ૨૦૧૫થી તેને બુલંદશહેરમાં રહેતા દંપતીને સોંપવામાં આવ્યો હતો. ત્યારેથી બાળક પરિવારનો ભાગ છે. શબનમ યુપીના અમરોહા જિલ્લાના બાવનખેડી ગામની રહેવાસી છે. તેણે પ્રેમી સલીમ સાથે મળીને માતા-પિતા સહિત લાકોને કુહાડીથી મારી નાખ્યા હતા. ઘટના ૧૪ અને ૧૫ એપ્રિલ ૨૦૦૮ની રાત્રે બની હતી.

(7:41 pm IST)