મુખ્ય સમાચાર
News of Thursday, 18th February 2021

ન્યુયોર્કની કોર્ટમાં એમેઝોન વિરુદ્ધ દાવો : કોવિદ -19 સુરક્ષા પ્રોટોકોલનું પાલન નહીં કર્યાનો અને કર્મચારીઓની સુરક્ષા પ્રત્યે બેદરકાર રહ્યાનો આરોપ

ન્યુયોર્ક : અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં એમેઝોનના બે સેન્ટર છે.જેમાં 5 હજાર ઉપરાંત કર્મચારીઓ છે.

આ કર્મચારીઓની સુરક્ષા મામલે કંપની વિરુદ્ધ કરાયેલા દાવામાં જણાવાયા મુજબ કંપની દ્વારા  કોવિદ -19 સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું નથી તેમજ કર્મચારીઓની સુરક્ષા નજર અંદાજ કરવામાં આવી છે.

દાવામાં વિશેષમાં જણાવાયા મુજબ કંપનીને બીમાર કર્મચારીઓની સુરક્ષા કરતા ધન કમાવાની વધુ ચિંતા હતી.મંગળવારે દાખલ કરાયેલા આ દાવામાં  જણાવાયું છે કે કંપનીના બંને સેન્ટરમાં સંક્રમિત થયેલા કર્મચારીઓનો સંપર્ક પણ કરવામાં આવ્યો નહોતો તેમજ તેઓની પાસે ગજા ઉપરાંત કામ લેવાયું હતું.સોશિઅલ ડીસ્ટન્સનું પાલન કરવાનો પણ તેમને સમય મળી શક્યો નહોતો.

કંપનીએ કોવિદ -19 સંજોગો દરમિયાન અબજો ડોલરનો વહીવટ કર્યો અને સામે પક્ષે કર્મચારીઓએ અસુરક્ષિત પરિસ્થિતિ વચ્ચે નોકરી કરવી પડી હતી.તેવું એચ.ટી.દ્વારા જાણવા મળે છે.

(8:08 pm IST)