મુખ્ય સમાચાર
News of Thursday, 18th February 2021

મુંબઈ :કોરોનાના વધતા કેસ કારણે BMCએ જાહેર કરી નવી ગાઈડલાઈન

બ્રાઝિલથી આવનારા તમામ લોકોએ અનિવાર્યપણે કોરોન્ટાઈન થવું પડશે: કોઈ બિલ્ડિંગમાં 5 કે તેથી વધુ કોરોના દર્દીઓ મળશે તો બિલ્ડિંગ સીલ કરી દેવાશે

 મુંબઈ :કોરોનાના વધતા જતા સંક્રમણને ધ્યાનમાં રાખીને બ્રુહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને નવી ગાઈડલાઈન જાહેર કરી છે. આ ગાઈડલાઈન પ્રમાણે બ્રાઝિલથી આવનારા તમામ લોકોએ અનિવાર્યપણે કોરોન્ટાઈન થવું પડશે. મુંબઈમાં આ ગાઈડલાઈન જાહેર થયા પહેલા પહેલા મહારાષ્ટ્રના અમરાવતીમાં ફરી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે તો મહારાષ્ટ્રના યવતમાલમાં નિયંત્રણો લાદવામાં આવ્યા છે

   કોરોનાના વધતા જતા સંક્રમણને ધ્યાનમાં રાખીને બ્રુહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને નવી ગાઈડલાઈન જાહેર કરી છે. જે મુજબ જો કોઈ બિલ્ડિંગમાં 5 કે તેથી વધુ કોરોના દર્દીઓ મળી આવે છે તો તે બિલ્ડિંગ સીલ કરી દેવામાં આવશે. તેમજ લગ્નના હોલ, ક્લબો અને રેસ્ટોરન્ટસ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરે છે કે કેમ તેની તપાસ માટે દરોડા પાડવાનું અભિયાન હાથ ધરવામાં આવશે. કોરોનાના નવા સ્ટ્રેનને જોતા બ્રાઝિલથી આવનારા તમામ લોકોએ અનિવાર્યપણે કોરોન્ટાઈન થવું પડશે. જે વિસ્તારોમાં પોઝિટિવ કેસ નોંધાયા છે તેવા વિસ્તારોમાં ટેસ્ટની ક્ષમતામાં વધારો કરવામાં આવશે.

   કોરોનાના વધતા જતા સંક્રમણને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રના અમરાવતીમાં ફરી એકવાર લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ગુરુવારે સાંજે અમરાવતીમાં શનિવારે રાત્રે 8 વાગ્યાથી સોમવારે સવારે 7 વાગ્યા સુધી લોકડાઉન રહેશે. કોરોનાની પરિસ્થિતિને ધ્યાને રાખીને યવતમાલમાં પણ ઘણા નિયંત્રણો લાદવામાં આવ્યા છે. જિલ્લાની શાળા-કોલેજો 28 ફેબ્રુઆરી સુધી બંધ રહેશે

(12:26 am IST)