મુખ્ય સમાચાર
News of Friday, 18th June 2021

અઢી લાખ રૂપિયાની કિલો કેરી : સુરક્ષા માટે ૪ ગાર્ડ અને ૯ કૂતરા

મધ્યપ્રદેશના જબલપુરમાં બગીચાની સુરક્ષા માટે માલિકે કર્યો લોખંડી બંદોબસ્ત

જબલપુર તા. ૧૮ : ફળોનાં રાજા કેરી ન ફકત ભારત પણ આખી દુનિયામાં લોકો દ્વારા ખુબજ પસંદ કરવામાં આવે છે. વિભિન્ન જાતની કેરીનો ભાવ અલગ અલગ હોય છે. કેરીની સિઝનમાં કેરીનાં બાગની રખેવાળી થવી આપણાં દેશમાં એક સામાન્ય વાત છે. બાગમાંથી નીકળતા બાળકો કે આસ પાસથી જતાં લોકોનું મન ઝાડ પર લટકતી કેરીઓ જોઇને લલચાઇ જાય છે. એવાંમાં કેરીનાં બાગનાં માલિકની મજબૂરી હોય છે તે તેનાં બાગની રખેવાળી કરે કે કરાવે છે. પણ આપને જાણીને હેરાની થશે કે, મધ્યપ્રદેશનાં જબલપુરનાં બાગમાં કેટલીક કેરીની રખેવાળી માટે બાગનાં માલિકને એક બે નહીં પણ ચાર ચોકીદાર અને ૬ કુતરાં તૈનાત કરવાં છે.

ખરેખરમાં મધ્ય પ્રદેશનાં જબલપુર શહેરનાં ૨૫ કિલોમીટર દૂર નાનખેડાં ગામનાં સંકલ્પ પરિવાર નામનાં એક વ્યકિતનો કેરીનો બગીચો છે. આ બાગમાં મિયાઝાકી  કેરીનાં કેટલાંક ઝાડ છે. આ કેરીની એક જાત છે. કહેવાય છે કે, મિયાઝાકી કેરી દુનિયાની સૌથી મોંઘી કેરીમાંથી એક હોય છે. બજારમાં તેનો ભાવ ૨.૭૦ લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામ હોય છે. જોકે, બાગનાં માલિકનું કહેવું છે કે, હાલમાં તેમની પાસે ૨૧,૦૦૦ સુધીની ડિમાન્ડ આવી છે. પણ તે હાલમાં આ કેરીને વેંચશે નહીં. તેનું કહેવું છે કે, પહેલાં આ કેરી મહાકાલને સમર્પિત કરવામાં આવશે પછી જ તેનો વેપાર કરવામાં આવશે.

બાગનાં માલિક સંકલ્પ પરિવારનું કહેવું છે કે, ગત વર્ષે કેરી ચોરી થઇ ગઇ હતી. લોકો આવે છે જુએ છે. તેથી સુરક્ષાને ધ્યાનમાં રાખીને આટલી સિકયોરિટી રાખવામાં આવી છે. સંકલ્પનાં બગીચામાં ૧૪ પ્રકારની કેરીનાં ઝાડ છે. આ ઉપરાંત બાગમાં દાડમ અને અન્ય ફળનાં પણ ઝાડ છે. મધ્ય પ્રદેશ બગીચા વિભાગનાં એક વરિષ્ટ અધિકારીનાં જણાવ્યાં મુજબ મિયાઝાકી કેરી ભારતમાં ખુબજ દુર્લભ છે. તેનાં મોંઘા હોવાને કારણે તેની ઓછી આવક અને મીઠો સ્વાદ છે. આ કેરી ન ફકત જોવામાં અન્ય કેરીથી અલગ છે. પણ ઘણાં દેશમાં તો લોકો આ આમને ગિફટ તરીકે પણ આપે છે.

(4:14 pm IST)