મુખ્ય સમાચાર
News of Friday, 18th June 2021

જ્યા વેક્સીનને સમયસર પહોચાડવી એટલી આસાન નથી આવા વિસ્તારો સુધી કોરોના વેક્સીન અને દવાને ડ્રોનથી પહોચાડવાની તૈયારી ચાલી : મેડિકલ ડ્રોન ડિલીવરીની ટ્રાયલ બેંગલુરૂમાં શરૂ : થ્રોટલ એરોસ્પેસ સિસ્ટમ નામની કંપની દ્વારા બેંગલુરૂથી 80 કિલોમીટર દૂર ગૌરીબિદનુરમાં 30થી 45 દિવસ સુધી ટ્રાયલ

નવી દિલ્હી: દેશમાં ઝડપથી વધતા કોરોના સંક્રમણના કેસ વચ્ચે વેક્સીનને સૌથી મોટા સુરક્ષા કવચ તરીકે પણ જોવામાં આવી રહ્યુ છે. કેન્દ્ર સરકાર દેશના દરેક નાગરિક સુધી કોરોના વેક્સીન પહોચાડવા માંગે છે. જોકે, કેટલાક એવા વિસ્તાર પણ છે જ્યા વેક્સીનને સમયસર પહોચાડવી એટલી આસાન નથી. આ કારણે આવા વિસ્તારો સુધી કોરોના વેક્સીન અને દવાને ડ્રોનથી પહોચાડવાની તૈયારી ચાલી રહી છે.

આ ડ્રોનનો બિયોન્ડ વિજ્યુઅલ લાઇન ઓફ સાઇટ (BVLOS) મેડિકલ ડ્રોન પણ કહેવામાં આવે છે. મેડિકલ ડ્રોન ડિલીવરીની ટ્રાયલ બેંગલુરૂમાં શરૂ થઇ રહી છે. થ્રોટલ એરોસ્પેસ સિસ્ટમ નામની કંપની બેંગલુરૂથી 80 કિલોમીટર દૂર ગૌરીબિદનુરમાં 30થી 45 દિવસ સુધી ચાલનારી ટ્રાયલની શરૂઆત કરશે.

થ્રોટલ એરોસ્પેસ સિસ્ટમ્સ કંપનીએ ઇનવોલી-સ્વિસ સાથે મળીને આ પ્રોજેક્ટ શરૂ કરવાનો પ્લાન તૈયાર કર્યો છે. મહત્વપૂર્ણ છે કે ઇનવોલી-સ્વિસ જાણીતી ડ્રોન એપ્લિકેશન તૈયાર કરવા અને એર ટ્રાફિક એવેયરનેસ સિસ્ટમ બનાવવામાં માહેર છે. આ સાથે જ હનીવેલ એરોસ્પેસ આ પ્રોજેક્ટમાં સેફ્ટી એક્સપર્ટની ભૂમિકામાં છે. ડ્રોન દ્વારા સામાનને એક સ્થળેથી બીજા સ્થળ પર પહોચાડવામાં ઉપયોગ થતા સોફ્ટવેરને રેડિંટ નામ આપવામાં આવ્યુ છે.

થ્રોટલ એરોસ્પેસ સિસ્ટમના CEO નાગેન્દ્રન કંડાસામીએ જણાવ્યુ કે મેડકોપ્ટરનું નાનું ડ્રોન 1 કિલોગ્રામ વજનની દવાઓના બોક્સને 15 કિલોમીટર સુધી લઇ જવામાં સક્ષમ છે, જ્યારે બીજો મેડકોપ્ટરનું બીજુ ડ્રોન 2 કિલોગ્રામ વજનના સામાનને 12 કિલોમીટર સુધી લઇ જઇ શકે છે, તેમણે જણાવ્યુ કે 30થી 45 દિવસ સુધી ચાલનારી આ ટ્રાયલમાં અમે ડ્રોનની રેન્જ અને સુરક્ષા બન્નેનું ધ્યાન રાખીશું, તેમણે કહ્યુ કે DGCA અનુસાર ટ્રાયલ દરમિયાન અમારે ઓછામાં ઓછી 10 કલાકની ઉડાન ભરવી પડશે. જોકે, અમારૂ લક્ષ્ય આશરે 125 કલાક ઉડાન ભરવાનું છે. ટ્રાયલ બાદ આ પ્રોજેક્ટરની સમીક્ષા માટે DGCAને સોપવામાં આવશે.

(4:34 pm IST)