મુખ્ય સમાચાર
News of Friday, 18th June 2021

સંજય રાવલ એક મોટીવેશનલ સ્પીકર હોવાની સાથે સાથે એક મોટા ગજાના સ્વપ્નદૃષ્ટા

'અકિલા' કાર્યાલયે 'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે મોટીવેશનલ સ્પીકર સંજયભાઇ રાવલ તથા રાજકોટના ભાજપ અગ્રણી પ્રભાતભાઇ ડાંગરના પુત્ર યુવા બિલ્ડર અગ્રણી અજયભાઇ ડાંગર (મો. ૯૯૦૪૨ ૧૧૧૧૧) નજરે પડે છે.

રાજકોટ, તા. ૧૭ :.  સંજયભાઈ રાવલ એક મોટીવેશનલ સ્પીકર હોવાની સાથે સાથે એક મોટા ગજાના સ્વપ્નદૃષ્ટા પણ છે અને પોતાના આવા મહાન સ્વપ્નોને સાકાર કરી બતાવવાની ક્ષમતા પણ તેઓ ધરાવે છે.

તેમના સેમિનારનો મુખ્ય વિષય છે 'ભયમુકત જીવન અને વ્યકિતત્વ વિકાસ' છે. અહીં જે ભયમુકતની વાત કરવામાં આવી છે તેનું અનુસંધાન પણ ગીતામાં જાવા મળે છે. ગીતાના સોળમા અધ્યાયમાં દૈવી અને આસુરી સંપત્તિ ધરાવનાર વ્યકિતની વિગતે ચર્ચા કરવામાં આવી છે. તેમાં દૈવી સંપત્તિ ધરાવનાર વ્યકિતના ગુણોની વાત કરતાં કહેવામાં આવ્યું છે.  अभय॑सत्वसंशुद्धि: ज्ञानरोगाव्यवस्थिति: તેમાં 'અભય'ને સૌ પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. ભયથી મુકત હોવું તે મોટામાં મોટી દૈવીય સંપત્તિ છે. તેમના આ પ્રેરણાદાયી સેમિનારના ૧૪૦૦થી પણ વધુ કાર્યક્રમો થઈ ચૂક્યા છે. સોશિયલ મીડિયા ઉપર તેમના આ સેમિનારને એક કરોડથી પણ વધુ લોકોએ પ્રેમપૂર્વક વધાવી લીધો છે.

આ સેમિનાર દ્વારા તેમણે શાળા-કોલેજના વિદ્યાર્થીઓ સહિત સહુને ભયમુકત થઈ હકારાત્મક જીવન જીવવાનો આત્મવિશ્વાસ આપી 'Always Be Posotive' નો જીવનમંત્ર દ્વારા એક નવી દિશા પ્રદાન કરી છે.

(5:42 pm IST)