મુખ્ય સમાચાર
News of Friday, 18th June 2021

પહેલીવાર ફુલી કોવિડ-19 વેક્સિનેટેડ ક્રુ સાથે ભારતની પહેલી આંતરરાષ્ટ્રીય ઉડાન

એર ઈન્ડિયા એક્સપ્રેસે ‘વંદે ભારત મિશન’ અંતર્ગત પહેલી આંતરરાષ્ટ્રીય ઉડાન ભરી

નવી દિલ્હી : એર ઈન્ડિયા એક્સપ્રેસે શુક્રવારે ‘વંદે ભારત મિશન’ અંતર્ગત પહેલીવાર ફુલી કોવિડ-19 વેક્સિનેટેડ ક્રુ સાથે ભારતની પહેલી આંતરરાષ્ટ્રીય ઉડાનનું સંચાલન કર્યુ. ફ્લાઈટ IX 191એ દિલ્લીથી સવારે 10:40 વાગ્યે દુબઈથી ઉડાન ભરી, જેમાં પાયલોટ અને તમામ ક્રુને કોરોનાવાયરસની વેક્સિન આપવામાં આવી હતી.

એરલાઈનના એક નિવેદન પ્રમાણે ફ્લાઈટનું સંચાલન કરવાવાળા ક્રુમાં વેંકટ કેલા, પ્રવીણ ચંદ્ર, પ્રવીણ ચુગલ અને મનીષા કાંબલે સામેલ છે. જ્યારે ફ્લાઈટના કેપ્ટન ડી.આર.ગુપ્તા અને આલોક કુમાર નાયક છે. કેપ્ટન આલોક કુમાર નાયકે કહ્યું ભારતથી ઉડાન ભરનારી આ પહેલી ફ્લાઈટ છે. જેમાં ક્રુ સંપૂર્ણ રીતે વેક્સિનેટેડ છે.

તેમણે જણાવ્યું કે દેશમાં કોરોના મહામારીની શરુઆત સાથે વંદે ભારત અભિયાન અંતર્ગત પહેલી ફ્લાઈટ એર ઈન્ડિયાની સંચાલિત કરવામાં આવી હતી. એ સમયે અબૂ ધાબીથી યાત્રિઓને લઈને ફ્લાઈટ 7મે 2020ના રોજ ફ્લાઈટ ભારતમાં લેન્ડ થઈ હતી. તેમણે જણાવ્યું કે વંદે ભારત મિશન અંતર્ગત એર ઈન્ડિયા એક્સપ્રેસ ગયા મહિને 7,005 ફ્લાઈટ સંચાલિત કરી ચુકી છે. જેમાં દેશમાં આવનારા યાત્રિઓની કુલ સંખ્યા 16.3 લાખ હતી.

નિવેદનમાં જણાવવામાં આવ્યું કે કોવિડ-19 મહામારીની શરુઆત બાદથી સંબંધિત જટિલતાઓના કારણે ભારતમાં ઓછામાં ઓછા 17 પાયલોટન મોત થયા છે. ફેડરેશન ઓફ ઈન્ડિયન પાયલટ્સે હવાઈ પરિવહન શ્રમિક માટે અગ્રિમ પંક્તિની સ્થિતિની માંગ કરી છે અને કોર્ટમાં અરજી દાખલ કરી છે.

(12:19 am IST)