મુખ્ય સમાચાર
News of Saturday, 18th June 2022

મેંગો ડિપ્‍લોમસી : બાંગ્‍લાદેશમાં આમ્રપાલી કેરીની સિઝન પિક પર

શેખ હસીનાએ રાષ્‍ટ્રપતિ કોવિંદ, પીએમ મોદીને એક હજાર કિલો કેરી મોકલી

ઢાકા તા. ૧૮ : બાંગ્‍લાદેશમાં આમ્રપાલી કેરીની સિઝન અત્‍યારે પિક પર છે. બાંગ્‍લાદેશની આ વિખ્‍યાત કેરી દુનિયાભરમાં વખણાય છે. બાંગ્‍લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી માટે એક હજાર કિલો કેરી મોકલી છે.
બાંગ્‍લાદેશનાં વડાપ્રધાન શેખ હસીનાએ મેંગો ડિપ્‍લોમસી અંતર્ગત ભારતના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી માટે એક હજાર કિલો કેરી મોકલી છે. ભારત સ્‍થિત બાંગ્‍લાદેશ હાઈકમિશનના એક નિવેદનમાં કહેવાયું હતું કે બાંગ્‍લાદેશમાં કેરીની સિઝન પૂરબહારમાં ખીલી છે. એવા સમયે શેખ હસીનાએ મેંગો ડિપ્‍લોમસીના ભાગરૃપે આ કેરી મોકલી છે. આ યુનિક ગિફટ છે.
શેખ હસીના દર વર્ષે ભારતના નેતાઓ માટે કેરી મોકલે છે. ખાસ તો રાષ્ટ્રપતિ, વડાપ્રધાન ઉપરાંત બાંગ્‍લાદેશના મુખ્‍યમંત્રી અને આસામ, ત્રિપુરાના મુખ્‍યમંત્રીને કેરી મોકલવાની પરંપરા તેમણે તેમના વડાપ્રધાનના કાર્યકાળમાં જાળવી રાખી છે.

 

(11:10 am IST)