મુખ્ય સમાચાર
News of Saturday, 18th June 2022

દેહરાદૂનની ફાઈવ સ્ટાર હોટલમાં કામ કરતી મહિલા પર બાથરૂમમાં બળાત્કાર :15 વર્ષના સગીરે બળાત્કાર કરતા જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરાશે : મેડિકલ રિપોર્ટમાં બળાત્કાર થયો હોવાની પુષ્ટિ થઇ

દેહરાદૂન : દેહરાદૂનના મસૂરી રોડ પર આવેલી ફાઈવ સ્ટાર હોટલમાં કામ કરતી મહિલા પર એક સગીર દ્વારા બાથરૂમમાં  બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. બળાત્કારની તબીબી પુષ્ટિ પછી, પોલીસે સગીરને કસ્ટડીમાં લીધો.તેને આજ શનિવારે જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે.

પોલીસના જણાવ્યા અનુસાર, એક મહિલા રાજપુર વિસ્તારમાં આવેલી ફાઈવ સ્ટાર હોટલમાં કામ કરે છે. શુક્રવારે સવારે 9 વાગ્યે મહિલાએ લેડીઝ બાથરૂમમાં મોબાઈલ ચાર્જિંગ પર મૂક્યો હતો. આ દરમિયાન એક છોકરો ત્યાં આવ્યો અને તેણે મહિલાને હાય કહ્યું. આના પર મહિલાએ કહ્યું કે તમારે કંઈ જોઈતું હોય તો રિસેપ્શન પર વાત કરો. આરોપ છે કે છોકરાએ બાથરૂમનો દરવાજો બંધ કરીને તેની સાથે રેપ કર્યો.

મહિલાએ એલાર્મ વગાડ્યું પરંતુ દરવાજો બંધ હોવાથી કોઈ સાંભળી શક્યું નહીં. આરોપી છત્તીસગઢથી તેના માતા-પિતા સાથે અહીં આવ્યો હતો. એસઓ રાજપુર મોહન સિંહે જણાવ્યું કે છોકરાની ઉંમર લગભગ 15 વર્ષની છે. મેડિકલમાં બળાત્કારની પુષ્ટિ થઈ છે. આરોપી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(12:33 pm IST)