મુખ્ય સમાચાર
News of Saturday, 18th June 2022

કોંગ્રેસ નેતા કનૈયા કુમારે સરકાર યવાઓ ને લઈને ગંભીર નથી અને તેની માનસિકતા સક્રિય નથી તેમ જણાવ્યુ હતું .

અગ્નિપથ સામેનો વિરોધ સુપ્રીમ કોર્ટે પહોચ્યો .

નવી દિલ્હી,તા.18 જૂન 2022,શનિવાર :કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાના થઈ રહેલા હિંસક વિરોધ વચ્ચે કોંગ્રેસના નેતાઓએ આજે પત્રકાર પરિષદ યોજી હતી.

જેમાં કોંગ્રેસના નેતા કનૈયા કુમારે કહ્યુ હતુ કે, પીએમ મોદી પોતાને ડોક્ટર ડેંગ અને લોકોને ઉંદર સમજે છે. પીએમ મોદી ડો.ડેંગની જેમ ઈન્જેક્શન મારીને ચેક કરે છે કે, ઉંદર કેટલો ઉછળ્યો હતો.

સરકાર યુવાઓેને લઈને ગંભીર નથી અને તેની માનસિકતા યોગ્ય નથી.

કનૈયા કુમારે કહ્યુ હતુ કે, આ સ્કીમ પ્રમાણે આર્મીમાં જોડાનારા 75 ટકા યુવાઓ ચાર વર્ષમાં રિટાયર થઈ જશે. જો ચાર વર્ષમાં તેઓ નિવૃત્ત થશે તો તેમની સાથે લગ્ન કોણ કરશે. 47 વર્ષમાં સૌથી વધારે બેકારી મોદી સરકારના શાસનમાં જોવા મળી છે.

દરમિયાન અગ્નિપથ યોજના સામેનો વિરોધ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. આ સંદર્ભમાં એક જાહેર હીતની અરજી દાખલ કરવામાં આવી છે અને તેમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં યોજનાની સમીક્ષા કરવા માટે માંગ કરાઈ છે.

(10:03 pm IST)